ETV Bharat / city

રાજકોટમાં એક વર્ષ પછી લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામ થશે પૂર્ણ, આવતા મહિને બ્રિજનું લોકાર્પણ

રાજકોટમાં લક્ષ્મીનગર નજીક અંડરબ્રિજ (Laxminagar underbridge) બનાવવાની કામગીરી છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહી છે. ત્યારે હવે આ બ્રિજ આવતા મહિનામાં પૂર્ણ થશે, જેના કારણે અહીં ટ્રાફિકની સમસ્યામાંથી (Traffic Problem) લોકોને મુક્તિ મળશે. અહીં ટ્રાફિકનું ભારણ રહેતું હોવાથી અહીં બ્રિજ બનાવવામાં આવ્યો છે. હવે તેનું વિધિવત રીતે લોકાર્પણ કરાશે.

રાજકોટમાં એક વર્ષ પછી લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામ થશે પૂર્ણ, આવતા મહિને બ્રિજનું લોકાર્પણ
રાજકોટમાં એક વર્ષ પછી લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામ થશે પૂર્ણ, આવતા મહિને બ્રિજનું લોકાર્પણ
author img

By

Published : Nov 25, 2021, 9:41 AM IST

  • રાજકોટમાં લક્ષ્મીનગર નજીક અંડરબ્રિજ આવતા મહિને શરૂ થશે
  • એક વર્ષથી અંડરબ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે
  • લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ

રાજકોટઃ શહેરમાં લક્ષ્મીનગર નજીક રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયથી અંડરબ્રિજ (Laxminagar underbridge) બનાવી રહી છે. જોકે, હવે અહીંના લોકોની આતુરતાનો અંત આવ્યો છે. કારણ કે, હવે આ બ્રિજ આવતા મહિને બનીને તૈયાર થઈ જશે. આ બ્રિજના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી (Traffic Problem) મુક્તિ મળશે. મહાનગરપાલિકાએ લક્ષ્મીનગર બ્રિજનું (Laxminagar underbridge) અંદાજિત 25 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવ્યો છે. મુખ્યત્વે આ બ્રિજની સમસ્યા વર્ષો જૂની હતી. જોકે, અહીં નાનું એવો અંડરપાસ હતો. ત્યારબાદ ટ્રાફિકની સમસ્યા (Traffic Problem) વધવાના કારણે અહીં બ્રિજ બનાવવાનું નક્કી કરાયું હતું.

રાજકોટમાં લક્ષ્મીનગર નજીક અંડરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહી છે

આ પણ વાંચો- વાપી GIDCમાં બીલખાડી પર બની રહેલ બ્રિજનું કામ વિલંબ બાદ હવે ટૂંક સમયમાં થશે પૂર્ણ

અંદાજિત 25 કરોડ રૂપિયાના ખર્ચે બનશે અંડરબ્રિજ

લક્ષ્મીનગર વિસ્તારમાં (Laxminagar area) વર્ષો જૂનો અંડરપાસ હતો. આ અંડરપાસમાં (Underpass) માત્ર એક જ વરસાદમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ જતા હતા. જ્યારે ચોમાસામાં અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બનતું હતું. દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી, જેના કારણે મહાનગરપાલિકાએ અંડરબ્રિજ (Under bridge) બનાવવાની જાહેરાત કરી હતી, જેનું ગયા વર્ષે જ કામ શરૂ થયું હતું. જ્યારે ઓગસ્ટ મહિના સુધીમાં કામ પૂર્ણ થવાનું હતું, પરંતુ કામમાં થોડા સુધારાવધારા થવાના કારણે તે લંબાયું હતું. એટલે કેસ હવે આવતા મહિના દરમિયાન તેનું કામ પૂર્ણ થઇ જશે. આને લઈને વિસ્તારમાં વાહન ટ્રાફિકને લઈને પડતી સમસ્યા તેમ જ પાણી ભરાવાની સમસ્યા આ સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ મળશે.

આ બ્રિજ આવતા મહિનામાં પૂર્ણ થ

શહેરમાં વિવિધ જગ્યાએ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ

શહેરમાં ટ્રાફિકની સમસ્યા (Traffic Problem) હળવી કરવા માટે કોર્પોરેશન દ્વારા વિવિધ મુખ્ય રોડ ઉપર ઓવરબ્રિજ (Over Bridge) અને અંડરબ્રિજ (Under Bridge) બનાવવાની કામગીરી શરૂ છે, જેમાં એક લક્ષ્મી નગરનું (Laxminagar) નાળાની સાથેસાથે હોસ્પિટલ (Hospital) ચોક નજીક જે મુખ્ય માર્ગ કહેવાય છે ત્યાં, આ સાથે જ ગોંડલ ચોકડી, તેમ જ 150 ફૂટ રિંગ રોડ ખાતે મોટા મોવા સર્કલ, તેમ જ કાલાવડ રોડ ઉપર જડુસ હોટલ પાસે પણ ઓવરબ્રિજ (Over Bridge) અંડરબ્રિજ (Under bridge) બનાવવાની કામગીરી શરૂ છે. એટલે કે, આગામી દિવસોમાં અહીં આ બ્રિજનું નિર્માણ થશે અને વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ હળવી થશે. જ્યારે મુખ્યત્વે હોસ્પિટલ ચોક અને ગોંડલ ચોકડી ખાતેના બ્રિજના કારણે શહેરમાં પ્રવેશતા અને શહેર માંથી બહાર જતા માર્ગો પર નિર્માણ થઈ રહ્યા છે. આના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ હળવી બનશે.

આ પણ વાંચો- સંજાણમાં રેલવનો અન્ડરબ્રિજ વાહનચાલકો માટે બન્યો મુસીબતનો બ્રિજ

20 ડિસેમ્બરે કામ પૂર્ણ થવાની શક્યતા: મેયર

લક્ષ્મીનગર ખાતે અંડરબ્રિજ (Under Bridge) બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જ્યારે આ મામલે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે (Mayor of Rajkot, Dr. Pradeep Dav) જણાવ્યું હતું કે, વિસ્તારમાં વરસાદ પડવાથી અહીં આમાં મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ એકઠો થતો હતો. આના કારણે અહીં રોડ બંધ થઈ જતો હતો અને વાહનચાલકો તેમ જ વિસ્તારવાસીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે અહીં કોર્પોરેશન અને રેલવે તંત્રના સહિયારા પ્રયાસથી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારે આ મામલે રેલવેના અધિકારીઓ સાથે પણ કોર્પોરેશન દ્વારા બેઠક કરવામાં પણ આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.