ETV Bharat / city

રાજકોટ જિલ્લા પંચાયતમાં વરણી સમયે કોરોનાની ગાઈડલાઈનનું ઉલંઘન

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનનું ઉલંઘન કર્યું.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Mar 19, 2021, 12:42 PM IST

  • મનપાના ડેપ્યુટી કમિશનર ચા પાનની લારીઓ પર જઈને કરે છે દંડ
  • રાજકીય કાર્યકરોએ બેફામ બનીને આતશબાજી કરી
  • રાજકોટ જિલ્લા પંચાયતની વરણી સમયે કોઈએ માસ્ક ન પહેર્યું

રાજકોટ: એક તરફ રાજકીય નેતાઓ કોરોનાની ગાઇડલાઇનનું ઉલંઘન કરે છે, બીજી તરફ સામાન્ય માણસને મનપા દંડ કરવા નિકળે છે. મનપાના ડેપ્યુટી કમિશનર એ.કે.સિંઘ દંડા સાથે ચા પાનની લારીઓમાં સોશ્યલ ડિસટન્સનું પાલન કરાવવા નીકળ્યા. રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર શહેરના અનેક વિસ્તારોમાં ચા પાનના ગલ્લા તથા ભીડ વાળી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરાવતા જોવા મળ્યા. જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરે તેની ઉપર કોર્પોરશનના આકરા પગલાં લેવામાં આવશે.

રાજકોટ જિલ્લા પંચાયત

આ પણ વાંચો:ડીસા અને ભાભર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ

પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે કાર્યકરો મેળાવડાની જેમ ઉમટી પડયા હતા

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે કાર્યકરો અને નેતાઓ ભાન ભૂલીને કોરોનાને ફેલાવવા માટે મેળાવડાની જેમ ઉમટી પડયા હતા. જિલ્લા પંચાયત ભવન કે જે પોલીસ કમિશનર કચેરીની બરાબર સામે જ આવેલું છે ત્યાં રાજકીય કાર્યકરોએ બેફામ બનીને આતશબાજી કરી હતી. જિલ્લા પંચાયતમાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો સીધો ભંગ કરીને કોરોના વાયરસને આમંત્રણ આપતા હોય છે તેમ રાજનેતાઓ બેફામ બન્યા હતા. અનેકે માસ્ક પહેર્યું ન હતું તો કેટલાકે સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યોના દ્રશ્ય સામે આવ્યા હતા.

આ પણ વાંચો:સિક્કા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.