- ETV Bharat દ્વારા રાજકોટની સૌથી મોટી માર્કેટ જ્યુબેલી શાકમાર્કેટની મુલાકાત
- ખરીદી કરવા પડાપડી કરતી બજારમાં લોકોની ભીડ જોવા મળી
- માસ્ક અને સેનેટાઇઝરના નિયમોનું લોકો દ્વારા સદંતર ઉલ્લંઘન
રાજકોટ: કોરોનાની બીજી લહેર ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થઈ હતી. જ્યારે, હાલમાં કોરોનાના સંક્રમણ ઘટ્યું છે. જેને લઈને ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ, સરકારની આ છૂટછાટને પગલે પ્રજા બેકાબૂ બની હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યો છે. આજે ETV Bharat દ્વારા રાજકોટની સૌથી મોટી માર્કેટ એવી જ્યુબેલી શાકમાર્કેટની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં લોકોની ખરીદી કરવા માટે પડાપડી જોવા મળી રહી હતી. જ્યારે, ઘણા બધા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: કોરોના દરમિયાન વિરોધ: શાસક પક્ષ જ ઉડાવે છે સરકારની ગાઈડલાઇન્સના ધજાગરા, છતાંય કોઈ પગલાં નહિ
શાકમાર્કેટમાં ખરીદી માટે પડાપડી, લોકો માસ્ક વગરના દેખાયા
રાજકોટની જ્યુબેલી બાગ શાકમાર્કેટમાં સવારથી જ લોકો શાકભાજી, ફ્રુટ સહિતની વસ્તુઓ ખરીદવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. જ્યારે, બજારમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થતું ન હતું. તેમજ ઘણા બધા શાકભાજી વેચનાર અને બજારમાં આવેલા લોકો પણ માસ્ક વગરના જોવા મળ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 6 વાગ્યા સુધીની દુકાનોમાં છૂટછાટ આપી હોવા છતાં પણ લોકોની બજારમાં ખરીદી માટે ભીડ એકઠી થઈ રહી હતી.
આ પણ વાંચો: ભાવનગરમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ગાઇડલાઇનના ધજાગરા
લોકોને કોરોનાનો ડર જ નથી!
ETV Bharat દ્વારા રાજકોટની શાકમાર્કેટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જે દરમિયાન, લોકોની ભીડ એકઠી થવી, માસ્ક ન પહેરવું તેમજ સેનેટાઇઝરનો પણ ઉપયોગ ન કરવો જેવી બાબતો જાણે લોકો માટે સામાન્ય બની ગઈ હોય તેવું લાગ્યું હતું. બજારમાં ખરીદી કરવા માટે આવેલા લોકોને કોરોનાનું કોઈ પણ જાતનો ડર ન રહ્યો હોય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. જ્યારે, વિશ્વ આરોગ્ય સંસ્થાઓ દ્વારા ભારતમાં હજુ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ દર્શાવાઇ છે. પરંતુ, જો લોકો આવી જ ભૂલ કરતા રહેશે તો કોરોનાની ત્રીજી લહેર પણ નજીકના સમયમાં આવી શકે છે.