- રાજકોટમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો
- કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો માટે કોરોના વેક્સિનેશન કેમ્પ
- 100 કરતાં વધુ નવા કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો પ્રથમ ડોઝ માટે આવ્યા
- 200 ટ્રાન્સજેન્ડર અને કિન્નરોને અપાઈ વેક્સિન
રાજકોટ: શહેર અને જિલ્લામાં મળીને કુલ 200 જેટલા કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો (Kinner and transgender) નોંધાયા છે. અગાઉ પણ તેમને મનપા તંત્રની મદદથી કોરોના વેક્સિન (Vaccine) નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેને જોઈને વધુ પ્રમાણમાં કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો (Kinner and transgender) વેક્સિન લેવા માટે પ્રેરાયા હતા. જેમને ગુરુવારે સામાજિક સંસ્થાની મદદથી વહીવટી તંત્ર દ્વારા કોરોના વેક્સિન (Vaccine) આપવા માટે મેગા કેમ્પ (Mega Camp) યોજાયો હતો. જેમાં નવા 100 જેટલા ટ્રાન્સજેન્ડર અને કિન્નરો વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા હતા. જેને રજિસ્ટ્રેશન બાદ કોરોના વેક્સિન આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Vaccination at Airport: વડોદરામાં એરપોર્ટ પર કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન
કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો કોરોના મુક્ત અભિયાનનો ભાગ: સમાજ સુરક્ષા અધિકારી
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુ વ્યાસે Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોને વેક્સિન આપવા માટેની કાર્યવાહી શરૂ છે. જેના ભાગરૂપે અગાઉ 95 જેટલા કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોને વેક્સિન (Vaccine) નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતા. આ કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો (Kinner and transgender) ને બીજો ડોઝ આપવા માટે અને નવા 100 જેટલા ટ્રાન્સજેન્ડરનો વેક્સિન (Vaccine) આપવા માટે વહીવટી તંત્રની મદદથી મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેઓ પણ કોરોના મુકત ભારત અભિયાનના ભાગ છે. જેના માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: રાજકોટમાં કિન્નરો માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો
તમામ લોકોએ વેક્સિન લેવી જરૂરી: ગોપી
કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો (Kinner and transgender) ને કોરોના વેક્સિન (Vaccine) આપવા માટે મેગા કેમ્પ (Mega Camp) યોજાયો છે. ગોપી નામની કિન્નરે વિશેષમાં જણાવ્યું હતું કે, કોરોના નામની બીમારીને હરાવવા માટે એક માત્ર ઉપાય છે કોરોના વેક્સિન (Vaccine). હું સમાજના તમામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરું છે. જેના થકી આપણે કોરોના મહામારીને ભારતમાંથી ભગાવી શકીએ.