મોટી પાનેલી: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના (Moti Paneli Rajkot) મોટી પાનેલી ગામે 551 ફૂટ લાંબા તિરંગા (Azadi Ka Amrit Mahotsav) યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થી, ગ્રામપંચાયતના સભ્યો તેમજ નગરજનો રાષ્ટ્રભક્તિ સાથે જોડાયા હતા. 551 ફૂટના તિરંગાને લઈને વિદ્યાર્થીઓ જ્યારે મુખ્ય માર્ગો પર નીકળ્યા ત્યારે આસપાસના લોકોએ એના પર પુષ્પવર્ષા કરીને એમની વધામણી કરી હતી.
આ પણ વાંચો: Har Ghar Tringa સોમનાથ મંદિર પણ રંગાયુ રાષ્ટ્રભક્તિના રંગમાં, જૂઓ અદભૂત્ માહોલ
દેશભક્તિનો નારો: આ રેલીને મોટી પાનેલી ગામના મુખ્ય માર્ગો પરથી દેશભક્તિના નારા અને ડીજેના તાલ સાથે નીકળી હતી. આ કાર્યક્રમનું આયોજન મોટી પાનેલી ગામની સરસ્વતી ધામ શાળા તરફથી કરવામાં આવ્યું હતું. જેમાં ગામનાં, તાલુકાઓના તેમજ જિલ્લાના રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા. રાષ્ટ્રધ્વજ સાથે રાખીને દેશ ભક્તિના નારાઓ સાથે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા. જે રીતે વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં હર કોઈ આ ઉત્સવની ઉજવણી ધામધુમથી કરી રહ્યા છે.
આ પણ વાંચો:ખેડૂતોએ પોતાના બળદગાડા અને ખેતરોમાં લહેરાવ્યા ત્રિરંગાઓ
રાષ્ટ્રભક્તિમય માહોલ: ઠેર-ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તિરંગાયાત્રામાં ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, ગામના આગેવાનો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, પૂર્વ સદસ્યો, પૂર્વ સરપંચો તેમજ પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ પૂર્વ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત તેમજ હવેલીના બાબા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી પાનેલીમાં યોજાયેલી આ વિશાળ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. શાળાના વિદ્યાર્થીઓએ દેશ ભક્તિને લગતા સુત્રો બોલાવી તેમજ દેશ ભક્તિને લગતા વેશ ધારણ કરીને તિરંગા યાત્રામાં રાષ્ટ્રભક્તિ રજૂ કરી હતી. એટલું નહીં દેશના નક્શાને સાથે રાખીને તેઓ આગેકુચ કરતા હતા.