- રાજકોટ વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો અનોખો પ્રચાર
- સિલિન્ડર હાથમાં ઉંચકી પ્રચાર કર્યો
- રાંધણ ગેસનાં ભાવમાં થયેલા વધારા પર કટાક્ષ
રાજકોટ: દેશમાં સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ સાથે રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારોએ મંગળવારના રોજ સિલિન્ડર લઈને પ્રચાર કર્યો હતો.
લોકોની વચ્ચે મોંઘવારીનો મુદ્દો લઈને જઇ રહ્યા છે ઉમેદવારો
વોર્ડ નંબર-7માં રણજિત મૂંધવા, કેતન જરીયા, અલ્પાબેન રવાણી અને વૈશાલી પંડયા ચૂંટણી પ્રચારમાં નિકળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર કેતન જરીયાએ કહ્યું હતું કે, સતત ગેસ સિલિન્ડરમાં ભાવ વધી રહ્યા છે, ત્યારે અમે લોકોની વચ્ચે મોંઘવારીનો મુદ્દો લઈને જઇ રહ્યા છીએ.
કેતન જરીયાએ કહ્યું હતું કે, આ વખતે અમે ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે. પ્રજા પેટ્રોલ અને ડીઝલના ભાવથી ત્રાહિમામ પોકારી ગઈ છે. તેમાં રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો થતાં મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે, ત્યારે ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચારમાં મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે.