- કિલોએ રૂપિયા 100નો ફર્ક હોવાથી નિલેશભાઇ ગયા વડોદરા
- વોટ્સએપ પર સોપારીના ફોટો મોકલી બોલાવ્યા હતા મથુરા
- વધુ 2 લાખની પણ માગ કરવામાં આવી હતી
રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રમાં સોપારીનું ચલણ વધુ જોવા મળે છે. ત્યારે રાજકોટના બે વેપારીને સસ્તામાં સોપારી માટે મથુરા બોલાવી અપહરણ કરી રૂપિયા 10.50 લાખની ખંડણી વસૂલી હતી.વેપારીને સસ્તામાં સોપારી આપવાની વાત વેપારી દ્વારા કરવામાં આવી હતી.
સસ્તી કિંમતે સોપારી ખરીદવાની લાલચે વેપારી પહોંચ્યા મથુરા
રાજકોટમાં સોપારી રૂપિયા 450ની કિંમતે મળે છે, ત્યારે મથુરાના શખ્સે મથુરામાં પોતે સોપારીનો વેપાર કરે છે એમ કહ્યું હતું અને તેણે વોટ્સએપ પર સોપારીના ફોટો મોકલ્યા હતા અને રૂપિયા 350 કિલોના ભાવે 65 કિલોના બાચકા આપવાની તૈયારી બતાવી હતી. સોપારીના કિલોએ રૂપિયા 100નો ફર્ક હોવાથી નિલેશભાઇએ 10 બાચકા ખરીદવાની લાલચે 10.50 લાખની ખડણીનો ભોગ બન્યા હતા. શનિવારે રાજકોટ આવ્યા ત્યારબાદ પણ હરિયાણાની ગેંગના શખ્સે ફોન કરી વધુ રૂપિયા 2 લાખની માગ કરી હતી. પોલીસ ફરિયાદ કાર્યા બાદ વધુ તપાસ હાથ ધરશે.