ETV Bharat / city

ઝૂમ બરાબર ઝુમ જાહેરમાં મોજ કરતા પ્યાસીઓ CCTVમાં કેદ સ્થાનિકો પરેશાન - Video shooting on mobile

અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે રાજકોટ શહેરમાં Rajkot Anti Social Elements વધી રહ્યો છે ત્યારે વધુ એક આવારા તત્વોનો આતંક મચાવતો કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. જેમાં જાહેરમાં દારૂ પી રહેલા વ્યક્તિઓએ વ્યાપારી પર છરી વડે હુમલો કર્યો છે. જુઓ આ અહેવાલમાં

અસામાજિક તત્વોનો વધુ એક આતંક થયો CCTVના કેમેરામાં થયો કેદ

author img

By

Published : Aug 16, 2022, 5:50 PM IST

Updated : Aug 16, 2022, 6:17 PM IST

રાજકોટ શહેરમાં વધુ એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં શહેરના પોશ વિસ્તાર ગણાતા યાજ્ઞિક રોડ Yagnik Road called Rajkot પરના જાગનાથ મહાદેવ મંદિર Jagannath Mahadev Temple પાસે જાહેરમાં બે વ્યક્તિઓ દારૂ પીતા હતા અને અપશબ્દો બોલતા હતા. દુકાન ધરાવતા વેપારીએ તેમનું મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લેતા બન્ને શખ્સો ઉશ્કેરાઇને વેપારી પર છરી વડે હુમલો કર્યો છે.

જાહેરમાં બે વ્યક્તિઓ દારૂ પીતા હતા અને અપશબ્દો બોલતા હતા

સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ હતી આ ઘટના બનતા આસપાસના લોકો તેમને છોડાવી પોલીસને જાણ કરતા બન્ને શખસ નાસી છૂટ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ CCTV Camera Footage થઈ છે જેથી હાલ પ્રદ્યુમનનગર પોલીસે Rajkot Pradyumannagar Police IPC કલમ 324, 323, 504, 114 તથા GP એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો અસામાજિક તત્વો હવે એટલી હદે વધી ગયા છે કે, લોકોમાં ડર જોવા મળી રહ્યો છે

એક્ટિવા પાર્ક કરી તેની પર બેસી દારૂ પીતા હતા આ અંગે ફરિયાદી વેપારી જયસન નારણ કપુરીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ડો. યાજ્ઞીક રોડ પર જાગનાથ મંદિર પાસે સ્કાય મોબાઈલની દુકાન ભાડે ચલાવી વેપાર કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. રાત્રિના આશરે પોણા નવેક વાગ્યાની આસપાસ તે તેમની દુકાનેથી બહાર નીકળીને પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે તેમની દુકાનની સામે કિશન ચૌહાણની પાનની કેબીન પાસે બે શખ્સ બુમાબુમ કરતા હતા. તેમને જોયું તો ત્યા બન્ને શખ્સ એક્ટિવા પાર્ક કરી તેની પર બેસી દારૂના ગ્લાસ રાખી દારૂ પીતા હતા તેવું માલુમ પડ્યું હતું.

અમારો વીડિયો શા માટે ઉતારે છે દારૂ પીતા આ બન્ને શખ્સનું તેમને મોબાઈલમા વીડિયો શુટિંગ ઉતારવાનુ Video shooting on mobile ચાલુ કરતા આ બન્ને અજાણ્યા શખ્સ તેમને જોઈ જતા તેઓ બન્ને તેમની પાસે આવ્યા અને કહ્યું કે, તું અમારો વીડિયો શા માટે ઉતારે છે તેમ કહી આ બન્ને વ્યક્તિઓ દ્વારા જેમ ફાવે તેમ અપશબ્દો કહી માર માર્યો હતો.

આ પણ વાંચો બુટલેગરો દારૂ લાવવા અજમાવ્યો નવો પેતરો, PCB પોલીસે વોચ ગોઠવી મેળવી સફળતા

પોલીસે ફરિયાદ આધારે આ શખ્સોની શોધખોળ કરી શરૂ હુમલો કરનાર આ બન્નેમાથી એક શખ્સે તેના નેફામાંથી છરી કાઢી વેપારીને જમણી આંખના નેણના ઉપરના ભાગે તથા જમણા કાનની બાજુમા ઈજા પહોંચાડી Attacked the businessman with a knife હતી. તે દરમિયાન વેપારી બુમાબુમ કરતા દુકાનમાં કામ કરતા માણસો આવી જતા તેમને છોડાવ્યો હતો. આ બાબતે બાદમાં પોલીસને જાણ કરતા તેઓ નાસી છૂટ્યા હતા. જોકે છરી વડે હુમલો કરનાર વ્યક્તિઓમાં લાલો ભરવાડ તથા બીજાનુ નામ વિજય નેપાળી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેથી હાલ પોલીસે ફરિયાદ આધારે આ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Last Updated : Aug 16, 2022, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.