- કોરોનાના કેસો ઘટતા કોર કમિટીમાં લેવાયો હતો નિર્ણય
- ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના ટ્યૂશન ક્લાસીસ 15 જુલાઈથી શરૂ કરાશે
- ધોરણ 1થી 8ના અભ્યાસ માટે સરકાર દ્વારા હજુ કોઈ નિર્ણય નહી
રાજકોટ: કોરોનાની પરિસ્થિતિમાં રાહત મળતા સરકારની કોર કમિટીએ ટ્યૂશન ક્લાસીસ ( Tuition Classes ) અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક બાદ રાજ્યમાં ટ્યૂશન ક્લાસીસ કોરોનાની ગાઇડલાઇન ( Corona Guidelines ) ને ધ્યાને રાખીને 15 જુલાઈથી શરૂ કરવામાં આવ્યા છે. ટ્યૂશન ક્લાસમાં વિધાર્થીઓ ઓફલાઇન શિક્ષણ આપવામાં આવશે. સરકાર દ્વારા ટ્યૂશન ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપતા ધોરણ 9થી 12ના તમામ વિધાર્થીઓનો અભ્યાસ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ધોરણ 1થી 8 અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા હજુ કોઈ નિર્ણય લેવાયો આવ્યો નથી.
આ પણ વાંચો: રાજ્યના 8 કોર્પોરેશનમાં જ હવે રાત્રી કરફ્યૂં, 50 ટકા કેપેસિટી સાથે ટ્યૂશન કલાસ શરૂ કરવાની અપાઈ મંજૂરી
કોરોનાની ગાઇડલાઇન્સનું કરવું પડશે પાલન
ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના કોચીંગ સેન્ટર્સ, ટ્યૂશન ક્લાસીસ અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરિક્ષાઓ માટેના ક્લાસીસને તેની ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓ સાથે કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાની શરતો સાથે ચાલુ કરવા આદેશ આપવામાં આવ્યો છે. સંચાલકો, માલિકો, શિક્ષકો, કર્મચારીઓએ 31 જુલાઈ સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો ફરજીયાત છે. જો આ લોકો દ્વારા વેક્સિન નહિં લેવામાં આવે તો તેમના ક્લાસીસ-કોચીંગ સેન્ટર, ટ્યૂશન ક્લાસ ચાલું રાખી શકાશે નહિં. તેમજ શાળા,કોલેજ કે અન્ય સંસ્થાઓની પ્રવેશ પરિક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગેની પરિક્ષાઓ પણ ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે.
પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસ માટે સમજૂતી થતા અપાઈ છુટ
રાજકોટ શાળા સંચાલક મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર પહેલા સરકાર દ્વારા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ વાલીઓએ બાળકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાશે તે બીકે વિદ્યાર્થીઓને શાળાએ મોકલ્યા ન હતા. આમ જ પ્રાઇવેટ ટ્યૂશન ક્લાસને હાલ સમજૂતી થઈ ગઈ છે એટલા માટે હાલ છુટ આપવામાં આવી છે, પરંતુ ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓના વાલીઓ હાલ સરકારી શાળા તરફ વળ્યા છે. ઉલ્લખનીય છે કે, લોકડાઉનને કારણે વાલીઓ હાલ ફી ભરી શકે તેમ નથી, ત્યારે સરકારી શાળાને પણ સરકારે મજૂરી આપવી જોઈએ. મારું સ્પષ્ટ માનવું છે સરકારે સમગ્ર લોકોને ધ્યાને રાખી નિર્ણય લેવો જોઈએ. જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખી શરૂ કરવામાં આવે.
આ પણ વાંચો: હોટલ, મલ્ટીપ્લેક્સની ટેક્સ માફી બાદ ટ્યૂશન સંચાલકો અને ટૂર ઓપરેટરોએ કરી ટેક્સ માફીની માગ
જિલ્લામાં 1,68,000 વિદ્યાર્થી કરે છે અભ્યાસ
કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને રાખીને આજથી ટ્યૂશન ક્લાસીસ શરૂ કરવામાં આવશે, ત્યારે સમગ્ર મામલે DEO બી. એસ. કૈંલા. સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં અંદાજીત 523 પ્રાઇવેટ પ્રાથમિક શાળા અને 357 જેટલી માધ્યમિક શાળા આવેલી છે. હાલ ધોરણ 9 થી 12માં જિલ્લામાં 1,68,000 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત, 2 સરકારી માધ્યમિક શાળા આવેલી છે.