ETV Bharat / city

જળબંબાકાર : ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભોજનની ચિંતા વધી - Red alert in Rajkot

રાજકોટમાં વરસાદના કારણે જળબંબાકાર જેવી (Rain in Rajkot) સ્થિતિ સર્જાય છે. રાજકોટના કેટલાક વિસ્તારમાં કમર સુધી પાણી જોવા મળી રહ્યું છે. તેમજ ઘરોમાં (Gujarat Rain Update) પાણી ઘુસી જતા લોકો ખાવા માટે તરફડિયા મારી રહ્યા છે.

જળબંબાકાર : ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભોજનની ચિંતા વધી

author img

By

Published : Jul 12, 2022, 4:21 PM IST

રાજકોટ : ગુજરાતના સાત જિલ્લામાં હવામાન વિભાગ (Water bombing in Gujarat) દ્વારા વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટનો સમાવેશ થાય છે, ત્યારે વહેલી સવારથી જ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અત્યાર સુધીમાં 9 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવનને ખૂબ જ માઠી અસર પહોંચી રહી છે. રાજકોટના કેટલાક વિસ્તારમાં ધરોમાં (Gujarat Rain Update) પાણી ઘુસી જતા લોકોની હાલત કફોડી બની છે. લોકો ઘર સાચવવા માટે ઘરનો સામાન ઉપર મુકવાની ફરજ પડી હતી.

ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભોજનની ચિંતા વધી

લોકોની હાલત દયનીય - રાજકોટના પોપટપરા વિસ્તારમાં (Rain in Rajkot) આવેલા લાલબહાદુર શાસ્ત્રીનગરનાં ઘરોમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘણા લોકોએ તો આખી રાત જાગવું પડ્યું હતું. જ્યારે ઘરના સામાનને બચાવવા માટે 5 ફૂટ ઉપર મૂકવાની ફરજ પડી હતી. શાસ્ત્રીનગરમાં રહેતી અભિષાએ જણાવ્યું હતું કે, વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે. 5.30 વાગ્યે જ ઘરના તમામ સભ્યો ઊઠી ગયા હતા. ઘરમાં પાણી ભરાઈ જતાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાઈને ઘરના જ સભ્યોએ પાણી ઉલેચીને બહાર કાઢ્યું હતું. ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ફરી ઘરમાં પાણી ઘૂસવાનું શરૂ થયું છે. હાલ તો તમામ સમાન પલળી ગયો છે. આ વરસાદમાં અમારી મદદ કરો.

આ પણ વાંચો : નદીમાં પૂર આવતા ટ્રેકટર પત્તાની જેમ વહેવા લાગ્યું, જૂઓ વીડિયો...

અનાજ કઠોળ પાણીમાં તર્યું - પોપટપરાના લાલબહાદુર શાસ્ત્રીનગરમાં (Moonsoon Gujarat 2022) કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. ઘરોના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ જવાને કારણે પહેલા માળે આશરો લેવાની ફરજ પડી છે, જ્યારે ઘણા લોકોને બીજાના ઘરે આસરો લેવાનો વારો આવ્યો છે. પોપટપરાના કેટલાક ઘરોમાં રાત્રે જ પાણી ઘૂસી જતાં આખી રાત જાગ્યા છે અને અનાજ પણ પલળી જતા બપોરના ભોજનની પણ ચિંતા સતાવી રહી છે. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનારી આજની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ અંગે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ સત્તાવાર યાદી જાહેર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના આચાર્ય તથા અનુસ્નાતક ભવનના અધ્યક્ષને જાણ કરી હતી. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલમાં પણ આજે રજા જાહેર કરી છે.

આ પણ વાંચો : રાજ્યમાં હજુ પણ એલર્ટ, અત્યાર સુધીમાં 61 લોકોના મોત

ક્યાં ક્યાં એલર્ટ - દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની (Gujarat Weather Prediction) આગાહી તો યથાવત છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે, સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ (Red alert in Rajkot) મેઘરાજા તાંડવ મચાવશે. સ્થાનિક તંત્ર અને સરકાર પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત સ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.