- પુત્ર અને પુત્રી દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- ફાયરબ્રિગેડ ટીમ પહોંચી એ પહેલાં લોકોએ આગ બુઝાવી નાખી
- આગમાં વર્ષાબા સરવૈયાનું ઘટના સ્થળે જ ભડથું થઈ જતા મોત થયું
રાજકોટઃ રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં છઠ્ઠા માળે બ્લોક નં. 605માં સાંજે આગ લાગતા રેલનગર ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી. જોકે ફાયરબ્રિગેડ ટીમ પહોંચી એ પહેલાં લોકોએ આગ બુઝાવી નાખી હતી. આગમાં વર્ષાબા સરવૈયા ઉ.વ.32નું ઘટના સ્થળે જ ભડથું થઈ જતા મોત થયું હતું. તેમના પતિ યોગીરાજસિંહ જશવંતસિંહ સરવૈયા, પુત્ર અને પુત્રી દાઝી જતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પીપરટોડામાં વન વિભાગની વાડીમાં પડેલી ઘાસમાં લાગી ભીષણ આગ
PI સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો
પુત્ર ઉર્વરાજસિંહ અને પુત્રી કૃતિકા સુતા હતા અને એ વખતે માતાએ અગ્નિસ્નાન કર્યું હતું. એ પછી બાળકો લપેટમાં આવી ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ઘટના બની ત્યાં આ પરિવાર વીસેક દિવસ પહેલા જ રહેવા અવ્યાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન PI એલ.એલ.ચાવડા, PSI કે. ડી. પટેલ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. વર્ષાબા દાઝતા તેમને ઠારવા જતા પતિ, સંતાનો દાઝી ગયાની ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશના દમોહ બસ સ્ટેન્ડમાં અગ્નિ તાંડવ , 7 બસ થઈ ખાખ