- રાજકોટમાં વેક્સિનેશનનો ત્રીજો રાઉન્ડ શરુ
- રાજકોટમાં બૂથની સંખ્યા બમણી કરી દેવામાં આવી
- 15 સ્થળોએ થઇ રહ્યું છે વેક્સિનેશન
રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના વેક્સિન લોન્ચ કરવામાં આવી હતી. જેથી રાજકોટમાં ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે રાજકોટમાં આજે શનિવારે જુદા-જુદા તબક્કા પ્રમાણે વેક્સીનેશન ચાલી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શનિવારે સવારે 9:00 વાગ્યાથી શહેરમાં પંદર સ્થળોએ વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં 505 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
રાજકોટ શહેરમાં 15 સેન્ટર શરૂ કરવામાં આવ્યા
રાજકોટ શહેરમાં વેક્સિનેશનને પ્રતિસાદ મળે તે માટે એક સાથે 15 સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જેથી જે તે વિસ્તારની અન્ય હોસ્પિટલના સ્ટાફ અને તબીબો પણ વેક્સિન લઈ શકે છે. આ સાથે જ શનિવારે બપોરે 1 કલાક સુધીમાં 505 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
ડોક્ટર્સ અને સ્ટાફને મુકવામાં આવી વેક્સિન
શહેરમાં પંદર સ્થળોએ વેક્સિનેશન આપવામાં આવી રહ્યું છે. જેમાં (1)સિવિલ હોસ્પિટલ બૂથ - 1, (2)સિવિલ હોસ્પિટલ બૂથ - 2, (3)સિવિલ હોસ્પિટલ બૂથ - 3, (4)પંચનાથ હોસ્પિટલ, (5)જયનાથ હોસ્પિટલ, (6)ગુરુકુલ હોસ્પિટલ, (7)સીનર્જી હોસ્પિટલ, (8)સ્ટર્લિંગ હોસ્પિટલ, (9)વોકહાર્ડ હોસ્પિટલ, (10)ગિરિરાજ હોસ્પિટલ, (11)બી.ટી.સવાણી હોસ્પિટલ, (12)કામદાર રાજ્ય વીમા હોસ્પિટલ, (13)ગોકુલ હોસ્પિટલ - કુવાડવા રોડ, (14)પ્રણામી હોસ્પિટલ અને (15)ગોકુલ હોસ્પિટલ-વિદ્યાનગર મેઈન રોડ વિગેરે સામેલ છે.