ETV Bharat / city

રાજકોટમાં City Bus કંડકટરોની Strike થી મુસાફરો મુશ્કેલીમાં મુકાયાં - સિટી બસ

રાજકોટ સિટી બસ સેવામાં કામ કરતાં એક કંડકટરને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવતાં તમામ કંડક્ટરો Strike પર ઉતરી ગયાં હતાં. આના લીધે શહેરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ City Busના અંદાજિત 150 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયાં હતાં.

રાજકોટમાં City Bus કંડકટરોની Strike થી મુસાફરો મુશ્કેલીમાં મુકાયાં

author img

By

Published : Oct 23, 2021, 5:42 PM IST

  • રાજકોટ કોર્પોરેશનની સિટી બસ સેવામાં ડખો
  • નવા ટિકીટમશીન મામલે કંડકટરને દંડ થતાં સર્જાયો ડખો
  • સિટી બસ સેવાના કંડકટરો હડતાળ પાડી દેતાં પ્રવાસીઓ ફસાયાં

રાજકોટઃ રાજકોટમાં વહેલી સવારે અચાનક સિટી બસના(City Bus) કંડકટરો Strike ઉપર ઉતરી જતાં મુસાફરો રઝળી પડયાં હતાં. જોકે કંડક્ટરોની હડતાળનું કારણ એ હતું કે તેમને પેનલ્ટીરૂપે રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નવા ટીકિટ મશીન મામલે પેનલ્ટીરૂપે એક કંડકટરને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવતા તમામ કંડક્ટરો હડતાલ ઉપર ઉતરી ગયા હતાં. જેને લઈને થોડા સમય માટે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. સિટી બસના અંદાજિત 150 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયાં હતાં. તેમની માગ છે કે તેમને જે ટિકિટ માટેના મશીન આપવામાં આવ્યા છે. તેમાં ટેકનિકલ ખામીઓ સામે આવે છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે. જ્યારે આ મામલે મનપા કમિશનરને જાણ થતાં તેમને મધ્યસ્થી કરી હતી અને હડતાળ સમેટાઈ હતી.

150 જેટલા કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

રાજકોટ સિટી બસ (City Bus) મહાનગરપાલિકા સંચાલિત છે. જ્યારે આ બસોમાં ડ્રાઇવર અને કંડકટર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ કામ કરે છે. જ્યારે આજે કોર્પોરેશનની ટીમ દ્વારા ચેકિંગ દરમિયાન એક કંડકટરને ટિકિટ મશીન મામલે રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવતા તમામ કર્મચારીઓ રોષે ભરાયા હતાં અને Strike ઉપર ઉતરી ગયા હતાં. સિટી બસના કર્મચારીઓ એકાએક હડતાળ પર ઉતરી જતા દરરોજ સિટી બસમાં અપડાઉન કરતાં વિધાર્થીઓ અને મુસાફરો રઝળી પડ્યાં હતાં. સિટી બસના 150 જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર જતા રહેતાં રાજકોટમાં સિટી બસ સેવા ખોરવાઈ હતી.

ટિકીટમશીનમાં ખરાબીનો ભોગ બનતાં કંડકટરો

સિટી બસના (City Bus) કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને જે ટીકીટ મશીન આપ્યા છે તેમાં ઘણી બધી ટેકનીકલ ખામીઓ છે. જે ટેકનિકલ ખામીના કારણે કંડકટરોને વારંવાર હેરાન થયું પડે છે. જેને લઇને તાત્કાલિક આ મશીનની ખામીઓને દૂર કરવામાં આવે તેવી માગણીઓ સાથે જ 150 જેટલા કર્મચારીઓએ Strike ઉપર ઉતર્યા છે. હડતાળને લઇને 90 જેટલા રૂટની બસો બંધ થઈ હતી.

મનપા કમિશનરે ખાતરી આપ્યાં બાદ હડતાળ સમેટાઈ

Strike બાબત ધ્યાને આવતા મનપા કમિશનર અમિત આરોરાએ મધ્યસ્થી કરી હતી અને કર્મચારીઓની વાત સાંભળી હતી અને માગણીઓ અંગે યોગ્ય નિકાલ કરવાની ખાતરી પણ આપી હતી. ત્યારબાદ કર્મચારીઓએ પણ હડતાળ સમેટી લીધી હતી અને પોતાના રૂટની બસોમાં કામ પર લાગી ગયાં હતાં. રાજકોટમાં અંદાજે 4 કલાક સિટી બસ (City Bus) સેવા હડતાળને કારણે ખોરવાઈ હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ રાજકોટમાં ક્રિકેટર ડ્રગ્સ મામલો, પોલીસે બે ઇસમોને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા

આ પણ વાંચોઃ દિવાળી તહેવારમાં રાજકોટ એસટી ડિવિઝન 100 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.