ETV Bharat / city

રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું - RAJKOT DAILY UPDATES

રાજકોટ મ્યુકોરમાયકોસિસ(mucormycosis)ની સારવારમાં વપરાતા એમફોટેરીસીન બી(amphotericin b) ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે.

રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું

author img

By

Published : Jun 1, 2021, 10:51 AM IST

  • રાજકોટ SOG પોલીસે 14 આરોપીની ધરપકડ કરી
  • અમુક લેભાગુ તત્વો દ્વારા કાળાબજારીયાઓ બેફામ બન્યા
  • રેમડેસીવીર બાદ મ્યુકોરમાયકોસિસ સારવારમાં વપરાતા એમફોટેરીસીન બીની કાળાબજારી

રાજકોટ: એક તરફ કોરોના(corona in rajkot)ની વૈશ્વિક મહામારી સામે લોકો જૂજમી રહ્યા છે. તો બીજી તરફ આ મહામારીના સમયમાં અમુક લેભાગુ તત્વો દ્વારા કાળાબજારીયાઓ બેફામ બન્યા છે. રાજકોટમાં રેમડેસીવીર બાદ મ્યુકોરમાયકોસિસ સારવારમાં વપરાતા એમફોટેરીસીન બી(amphotericin b) ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં રાજકોટ SOG પોલીસે 14 આરોપીની ધરપકડ કરી ત્યારે સુરતના મુખ્ય આરોપી હાર્દિક પટેલની પણ ધડપકડ કરીને 4,23,467 કિંમતના 101 ઇન્જેક્શન કબજે કરી કુલ 7,40,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

પોલીસ તપાસમાં મોટાભાગના આરોપીઓ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પોલીસે ડમી ગ્રાહક મોકલીને આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે 345 રૂપિયાનું AMPHOTERICIN B ઇન્જેક્શન 6,500માં વહેંચતા હતા. આરોપીઓ ડમી ગ્રાહક મોકલી આખું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતુ. કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. AMPHOTERICIN B ઇન્જેક્શન 31 નંગ તેમજ LIPOSOMAL AMPHOTERICIN 59 નંગ તથા સ્ટીકર વગરના 11 ઇન્જેક્શન નંગ મળી કુલ 101 ઇન્જેક્શન કબજે કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી વધુ એક રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ ઝડપાયું

ઇન્જેક્શન કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓ

ઇન્જેક્શન કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓમાં રાયસિંગ ઉર્ફે ગોપાલ જગદીશભાઈ વંશ, અશોક નારણ કાગડીયા, નિકુંજ જગદીશ ઠાકર, ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં નોકરી, મેહુલ ગોરધન કટેશીયા, યશ દિલિપકુમાર ચાવડા, વત્સલ હંસરાજભાઈ બારડ, સાગરભાઈ ચમનભાઈ ક્યાડા, ઉત્સવ પીયૂષભાઈ નિમાવત, રૂદય મનસુખભાઇ જાગાણી, હિરેન મનસુખભાઇ રામાણી, હાર્દિક મુકેશભાઈ વડાલીયા, શુભમ રામપ્રસાદ તિવારી, વિશ્વાસ રાયસિંગ પાવરા, અભિષેકકુમાર શ્રવણકુમાર શાહનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકાના વિવાદિત પતરાકાંડના કોન્ટ્રાક્ટરનું વધુ એક કૌભાંડ સામે આવ્યું

સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું સામે આવતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી

સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું સામે આવતા પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં મુખ્ય આરોપી સુરતનો હાર્દિક પટેલ હોવાનું સામે આવતા હાર્દિક પટેલ સહિત 14 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શુભમ રામપ્રશાદ તીવારી નામનો આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને અંકલેશ્વરની લાયકા લેબ્સ લિમિટેડ કંપનીમાં સ્ટોર ઇન્જચાર્જ તરીકે નોકરી કરતો હોય અને સ્ટોરમાંથી સ્ટીકર, પેકીંગ મટીરીયલની ચોરી કરી તેના સાગરીતને આપતો હતો. ત્યારે SOG પોલીસે 14 આરોપી ઝડપી વધુ તપાસ હાથ ધરશે.

ટીમને 15,000નું ઇનામ અપાશે

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં જણાવ્યા મુજબ SOG દ્વારા ડમી ગ્રાહક મોકલી આખું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં અંકલેશ્વરની LYKA LABS કંપનીમાંથી રૂપિયા 345માં આપવામાં આવતું ઇન્જેક્શન ગ્રાહકો સુધી રૂપિયા 6,500માં પહોંચતું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે AMPHOTERICIN B ઇન્જેક્શન 31 નંગ તેમજ LIPOSOMAL AMPHOTERICIN 59 નંગ તથા સ્ટીકર વગરના 11 ઇન્જેક્શન નંગ મળી કુલ 101 ઇન્જેક્શન કબજે કર્યા છે. સાથે રાત-દિવસ જોયા વિના ખૂબ જ ઓછા સમયમાં આ કારોબારનો પર્દાફાશ કરનારી ટીમને રૂપિયા 15,000નું ઇનામ આપવાનું પણ તેમણે જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.