દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ લાભપાચમના દિવસે બજાર ખુલી હતી. જેમાં એક જ દિવસના ગાળામાં સીંગતેલ અને કપાસીયા તેલની કિંમતમાં રૂપિયા 30નો ઘટાડો જોવા મળ્યો હતો.
સીંગતેલની કિંમતમાં ઘટાડો થતા હાલ બજારમાં સીંગતેલનો ડબ્બો રૂપિયા 1780માં મળી રહ્યો છે. આ મુદ્દે વેપારીઓનું માનવું છે કે, મગફળીનું પિલાણ શરૂ થયું નથી જેના કારણે કિંમતમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ જ્યારે મગફળીનું પિલાણ શરૂ થશે ત્યારે કિંમતમાં પણ વધારો થઇ શકે છે.