ETV Bharat / city

રાજકોટમાં ઈન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ આવ્યું બહાર

author img

By

Published : Apr 14, 2021, 3:20 PM IST

હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હોસ્પિટલમાં પણ દર્દીઓને બેડ મળી રહ્યા નથી. હાલ પરિસ્થિતિ પણ ગંભીર બની છે. એવામાં રાજકોટમાં દર્દીઓ પાસેથી સારવારના નામે બમણા પૈસા લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ એક દર્દીના મામાને એક લેભાગુએ મેસેજ કરી ફોન કરી તમારા દર્દીને રેમડેસીવીર ઈન્જેક્શન આપવા પડે તેમ છે, તેવી ખોટી વાત કરી દર્દીના સગા પાસેથી પૈસા પડાવવાનું કારસ્તાન થયાની ફરિયાદ થતા પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં ઈન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ આવ્યું બહાર
રાજકોટમાં ઈન્જેક્શન કૌભાંડમાં ભાજપના કાર્યકર્તાનું નામ આવ્યું બહાર
  • દર્દીના સગાને ઈન્જેક્શન માટે કર્યો મેસેજ
  • દર્દીને પૂછતા કોઇ પણ ઇન્જેક્શન ન મૂક્યાનું બહાર આવ્યું હતું
  • ઇન્જેક્શનના બહાને લઇ પૈસા પડાવવામાં ભાજપના કાર્યકરનું નામ

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરમાં ચોથા માળે સારવાર લઈ રહેલા દર્દીના મામાને મોબાઈલમાં મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે, તમારા દર્દીને
બે રેમડેસવીર ઈન્જેક્શન આપવાની જરૂરિયાત ઉભી થઈ છે અને હોસ્પિટલમાં વ્યવસ્થા નથી તેથી ઝડપથી વ્યવસ્થા કરો. દર્દીના સગાએ મેસેજ વાચી ઈન્જેક્શન શોધવા પ્રયાસો કર્યા બાદ તેને શંકા ઉપજી હતી કે સિવિલમાં તો રેમડેસીવીર હોય છે અને બહાથી કયારેય લેવાનું કહેવાયુ નથી. આમ છતા કદાચ દર્દીઓ ખુબ વધી ગયા હોવાથી ખૂટી ગયા હશે તેમ લાગ્યુ હતુ. તે દરમિયાન મેસેજ કરનારે ફોન કરીને કહ્યું કે, જો તમારાથી ઈન્જેક્શનની વ્યવસ્થા ન થાય તો અમે વ્યવસ્થા કરી દઈશુ. જે પૈસા થાય તે સવારે આપી દેજો, જેથી તેઓ સંમત થયા હતા.

આ પણ વાંચોઃ વડોદરામાં કોરોનાના ઈલાજ રેમિડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી

પોલીસે દર્દીના સગાના મોબાઈલમાંથી શખ્સને ફોન કરી પૈસા લઈ જવા માટે બોલાવ્યો હતો

આ અંગે ફરી બીજા દિવસે સવારે ફોન આવ્યો હતો. તમારા દર્દીને બે ઈન્જેકશન આપી દેવામાં આવ્યા છે. હવે પૈસાનો વહિવટ કરી નાખજો. આથી દર્દીના સગાને શંકા જતા તેને કોવિડ સેન્ટરમાં દર્દી સાથે ફોનમાં વાત કરતા ખબર પડી કે, તેને કોઈ પણ જાતના ઈન્જેકશન આપવામાં આવ્યા ન હોવાનુ જણાવ્યું હતું. ત્યારબાદ બનાવને પગલે જાણ થતા પ્ર.નગર પોલીસે દર્દીના સગાના મોબાઈલમાંથી શખ્સને ફોન કરી પૈસા લઈ જવા માટે બોલાવ્યા હતા. ત્યારે પૈસા લેવા આવેલા મયુર નામના શખ્સની પૂછતાછ કરતા પોતે સિક્યુરીટી સુપર વાઇઝર હોવાની ઓળખાણ આપી હતી. પરંતુ તપાસ કરતા તે સિક્યુરીટીમાં ન હોવાનું ખુલતા પોલીસે તેની અટકાયત કરી આકરી પૂછતાછ કરતા ભાજપ કાર્યકર સંજય ગૌસ્વામીનું નામ બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.