ETV Bharat / city

સૌરાષ્ટ્રમાં પ્રથમ નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટે કર્યો આદેશ - રાજકોટ કલેક્ટર

રાજકોટમાંં વાવડીની ખેડાણ જમીન મામલે રાજકોટ કલેક્ટરએ પોલીસ કાર્યવાહીના આદેશ કર્યા હતા.

Rajkot
Rajkot
author img

By

Published : May 8, 2021, 6:53 PM IST

વાવડીની ખેડાણ જમીન મામલે રાજકોટ કલેક્ટરએ પોલીસ કાર્યવાહીના આદેશ કર્યા હતા

આ પ્રકરણ ભારે ચર્ચામાં આવ્યું

હાઈકોર્ટમાં આ કવોસીંગ પીટીશન ચાલી હતી

રાજકોટ: સૌરાષ્ટ્રમાં પ્રથમ નોંધાયેલી લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ રદ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો. રાજકોટમાંં વાવડીની ખેડાણ જમીન મામલે રાજકોટ કલેક્ટરએ પોલીસ કાર્યવાહીના આદેશ કર્યા હતા. જેમાં કોંગ્રેસના મહિલા પૂર્વ કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજા અને સસરા મહેન્દ્રસિંહ જાડેજા સહિત 7 શખ્શો સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે મહિલા કૉર્પોરેટરના પતિ અને સસરાની ધરપકડ કરીને એસ. સી. ગેડ્મે તપાસ હાથ ધરી હતી તેમજ ચાર્જસીટ પણ રજૂ કરી હતી.

રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રીઓ તકરારી થઈ

રાજકોટમાં રહેતા રેણુબેન યોગેન્દ્રભાઈ મહેતાએ તેઓની વાવડીમાં આવેલી ખેડવાણ જમીનની પ્રથમ એન્ટી લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ નોંધવા અરજી કરી હતી. કલેક્ટર કમિટીએ ફરીયાદ નોંધવા હુકમ આપતા 3જી જાન્યુઆરી 2021ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરીયાદ અનુસંધાને દાવાઓ થયા છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રીઓ તકરારી થઈ છે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. જે અંગે હાઈકોર્ટમાં આ કવોસીંગ પીટીશન ચાલી હતી. જેમાં ફરીયાદીએ તેમના વકીલ મારફત હાજર રહી સંમતિ આપી હતી. આ સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટે એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળની આ ફરીયાદ રદ કરવાનો હુકમ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.