ETV Bharat / city

રાજકોટના રેસકોર્સમાં હસ્તકલા મેળામાં ભારતની સંસ્કૃૃતિના દર્શન થયા - હસ્તકળા મેળો

રાજકોટના રેસકોર્સમાં ચાલતા હસ્તકલા મેળામાં ભારતની વિવિધ કલા-સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક પ્રદર્શન સ્ટોલ ઊભા કરાયા છે. જોકે, આમાંથી એક સ્ટોલ તો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રંગબેરંગી શોપીસની કતારબદ્ધ લાઈનો દૂરથી જોઈએ તો કોઈ સુંદર મજાના પેઇન્ટિંગ હોય તેવું લાગે પરંતુ નજીક જઈને તેને નિહાળીએ ત્યારે ખબર પડે કે દૂરથી કલરફૂલ દેખાતા સુંદર મજાના પેઈન્ટિંગે વાસ્તવમાં લાકડાના અલગ અલગ લેયરમાંથી બનાવેલા નેચરલ આર્ટિસ્ટિક શોપીસ છે.

રાજકોટના રેસકોર્સમાં હસ્તકલા મેળામાં ભારતની સંસ્કૃૃતિના દર્શન થયા

author img

By

Published : Mar 12, 2021, 3:54 PM IST

  • મૈસુરની પરંપરાગત વુડ ઈનલે ક્રાફ્ટના રંગબેરંગી શોપીસ દેખાયા
  • દેવી-દેવતા, કુદરતી, દ્રશ્યો, શિલ્પ દીવાનખડની શોભા વધારે છે
  • આ મેળામાં ભાગ લેવા મૈસુરથી એક કલાકાર આવ્યા
મૈસુરની પરંપરાગત વુડ ઈનલે ક્રાફ્ટના રંગબેરંગી શોપીસ દેખાયા

આ પણ વાંચોઃ અમદાવાદમાં પહેલી વખત ડોટ મંડલા આર્ટનો વર્કશોપ યોજાયો

રાજકોટઃ આ જાદુ છે કર્ણાટક, મૈસૂરની વુડ ઈનલે ક્રાફ્ટનો. વર્ષોથી પરંપરાગત રીતે જુદા જુદા ફળાઉ વૃક્ષોના રંગીન લાકડામાંથી તૈયાર કરાય છે. વિવિધ શોપીસમાં દેવી-દેવતા, કુદરતી દ્રશ્યો, ગ્રામ્ય જીવન અને પશુ-પક્ષીઓના સુંદર કાષ્ઠ શિલ્પ દીવાનખંડની શોભા વધારે છે.

આ પણ વાંચોઃ કોરોનાના સમય પછી સેકન્ડ ઇનિંગ આર્ટ શોના વિષય પર ચિત્ર પ્રદર્શનનું આયોજન થયું

વર્ષો સુધી આર્ટના કલર અકબંધ રહે છે

મૈસુરથી આ મેળામાં ભાગ લેવા આવેલા સ્ટોલધારક શણ્મુગમ જગન્નાથ આ કલા વિશે જણાવતા કહે છે કે, આ તમામ ક્રાફટ અલગ અલગ લાકડાને કાપી તેના કટકાઓને જોડીને બનાવવામાં આવે છે. વિવિધ ફળના ઝાડની લાકડીઓ કુદરતી રંગ ધરાવે છે, પરિણામે વર્ષો સુધી આર્ટના કલર અકબંધ રહે છે. એક આર્ટ તૈયાર થતા કેટલો સમય લાગે? તેમ પૂછતા શણ્મુગમ જણાવ્યું કે, માત્ર 2x4 ફૂટની સાઈઝનું એક આર્ટ બનાવતા એકથી વધુ કારીગરને 3થી 4 મહિના જેટલો સમય લાગે છે. પિક્ચરમાં કેટલું ડિટેઈલિંગ છે તેના પર આધાર રહે છે. મૈસુરમાં આ આર્ટને શીખવવા માટે પાઠશાળા પણ ચલાવવામાં આવે છે. ગૌરવની વાત છે કે, ભારતીય કલા દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તેમના આર્ટ માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન સહિત વિવિધ દેશોમાં જાય છે. શોપીસ ઉપરાંત કલાત્મક સોફાસેટ, ખુરશીઓની પણ બોલબાલા હોવાનું તેઓ જણાવે છે.

હસ્તકલાને પ્રોત્સાહન આપવા વિવિધ મેળાઓનું આયોજન

ભારતીય પરંપરાગત હસ્તકલા બેજોડ છે. ભારત સરકાર તેમ જ રાજ્ય સરકાર દ્વારા હસ્તકલાને પ્રોત્સાહન આપવા વિવિધ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કારીગરી સાથે સંકળાયેલા લોકો માટે કારીગરીને લગતા સેમિનાર, વર્કશોપ, મેળાઓ અને તેમનું આર્ટ વેચાણ માટે ખાસ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે શણ્મુગમ જગન્નાથ જેવા અનેક કલાકારો-ગ્રામ્ય કારીગરોને તેમની ચીજવસ્તુઓના વેંચાણ માટે સારૂં બજાર ઉપલબ્ધ બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.