- 12 ગુજરાતી સૈનિકોના પરિવારોની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય
- નેવીના નિવૃત ઓફિસર મનન ભટ્ટ દ્વારા એક પુસ્તક આ વીરોને સાચી શ્રદ્ધાંજલિ
- મનન ભટ્ટ પણ નેવીમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા
રાજકોટ: કારગિલ યુધ્ધ (kargil war)માં શહીદ થયેલા ગુજરાતના 12 સૈનિકો પર નેવીના નિવૃત ઓફિસર મનન ભટ્ટ દ્વારા એક પુસ્તક આ વીરોને સાચી શ્રદ્ધાંજલિ માટે લખવામાં આવ્યું છે. જેમાં આ ગુજરાતી સૈનિકોએ કેવી રીતે યુદ્ધ લડયું, જ્યારે તેઓ યુદ્ધમાં ગયા ત્યારે કવવી પરિસ્થિતિ હતી, શહિદ થયા બાદ તેમના પરિવારની શું સ્થિતિ છે આ તમામ બાબતોનું મનન ભટ્ટ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે કારગિલ યુદ્ધની સ્થિતિ દેશમાં હતી. તે સમયે મનન ભટ્ટ પણ નેવીમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તેઓએ પણ આ સમય દરમિયાન જે પરિસ્થિતિનો સામનો કર્યો તે અંગે ETVને જણાવ્યું હતું.
કારગિલ યુદ્ધ ગુજરાતના શહીદો પુસ્તક લખ્યું
મનન ભટ્ટ નેવીમાં ઓફિસર રહી ચૂક્યા છે અને કારગિલના દિવસોની પરિસ્થિતિ તેમને પોતાની ફરજ દરમિયાન અનુભવી છે. જ્યારે કારગિલ યુદ્ધ (Kargil war) દરમિયાન અનેક દેશના સૈનીકો શહીદ થયા હતા. જેમાં 12 ગુજરાતી સૈનિકો પણ શહીદ થયા હતા. આ ગુજરાતી સૈનિકોને સાચી શ્રદ્ધાંજલિ અને ગુજરાતની જનતા તેમના વિશે જાણે અને જુએ તે માટે નિવૃત નેવી ઓફિસર મનન ભટ્ટ દ્વારા કારગિલ યુધ્ધ ગુજરાતના સૈનિકો નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં આ ગુજરાતી વીર શહીદોએ છેલ્લા શ્વાસ સુધી દેશની રક્ષા માટે કેવી રીતે યુદ્ધ લડયું, તેમનો યુદ્ધ દરમિયાનનો જુસ્સો, દેશ માટેની બલિદાનની ભાવના તેઓ ક્યાં પરીવારમાંથી આવ્યા હતા એ તમામ બાબતોનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે.
ગુજરાતીઓ સૈન્યમાં જતા નથી એ ભ્રમ તૂટ્યો
મનન ભટ્ટે ETV bharatને જણાવ્યું હતું કે ખરેખરમાં દેશમાં એવી ખોટી માન્યતાઓ અને ભ્રમ છે કે ગુજરાતીઓ સૈન્યમાં નથી જતા અને વેપારી પ્રજા છે પરંતુ જ્યારે તેઓ દ્વારા કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ગુજરાતી સૈનિકો પર પુસ્તક લખવામાં આવ્યું ત્યારે આ માન્યતાઓ અને ભ્રમ ખરેખરમાં ખોટા સાબિત થયા હતાં. ગુજરાતી સૈનિકોમાં કોઈક માતા પિતાનો દીકરો, કોઈનો સ્ત્રીનો પતિ, ભાઈ અને કોઈના પિતા જ્યારે દેશ માટે લડતા લડતા જેવી રીતે શહીદ થયા, ત્યારે આ એક એક ગુજરાતી સૈનિકે કેવી રીતે પોતાની છાતી પર ગોળીઓ ખાધી આ તમામ બાબતો જ્યારે આપણે જ્યારે સાંભળી અને વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણ ગુજરાતી સૈનિકોએ દેશ માટે કેટલું બલિદાન આપ્યું છે.
આ પણ વાંચો: કારગિલ વિજય દિવસઃ શહિદ થયેલા પંચમહાલના શહિદને અપાઇ શ્રદ્ધાંજલિ
અમે પણ ઘર માટે છેલ્લો પત્ર લખીને રાખ્યો હતો: મનન ભટ્ટ
જ્યારે કારગિલ યુદ્ધ શરૂ હતું તે વખતે નેવીને પણ તૈયાર રાખવામાં આવી હતી. ત્યારે નેવીમાં તે સમયે મનન ભટ્ટ પણ ફરજ પર હતા. તેમને કારગિલની પરિસ્થિતિ યાદ કરતા જણાવ્યું કે જ્યારે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો નેવી માટે યુદ્ધક્ષેત્ર ગણાય છે. તેવા સમયે કારગિલ દરમિયાન ઓખા દરિયા નજીક 35 જેટલા જહાજો સાથે આવી પહોંચ્યા હતા અને નેવી દ્વારા પણ આ યુદ્ધ માટે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જ્યારે અમે આ ઓપરેશન જતા પહેલા અમે પણ અમારા પરિવારને જે છેલ્લો પત્ર લખીને રાખ્યો હતો. જો કદાચ અમે યુદ્ધમાં જઈને શહીદ થઈ જઈએ તો આ પત્ર અમારા પરિવારને પોસ્ટ કરી દેવામાં આવે તેવી ભાવના સાથે તમામ સાથી મિત્રો દ્વારા આ પત્ર પોતાના પરિવારને લખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ભારત-ચીન વિવાદ અને કારગિલ યુદ્ધ વચ્ચે ઘણી સમાનતા છે : સંરક્ષણ નિષ્ણાત
પાકિસ્તાનને તેની ઔકાત દેખાડી દીધી હોત
જ્યારે કારગિલ પર યુદ્ધ શરૂ હતું તે સમયે નેવી પણ સૌરાષ્ટ્રના અલગ અલગ દરિયા કિનારે ગોઠવાઈ ગઈ હતી. તેમજ યુદ્ધ માટે એક મોટું ઓપરેશન પણ હાથ ધરાયું હતું. તે સમયે પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીની સરકાર દ્વારા નેવીને આ યુધ્ધ લડવા માટેના આદેશો આપવામાં આવ્યા નહોતા પરંતુ જો આ યુદ્ધના આદેશ નેવીને આપવામાં આવ્યો હોત તો નેવીને જવાનોએ પણ પાકિસ્તાનને તેની ઔકાત દેખાડી દીધી હોત. આ સમગ્ર ઘટના અંગે મનન ભટ્ટે જણાવ્યું હતું કે એ વાતનો અમને હજુ અફસોસ છે કે, અમે પાકિસ્તાન સામે લડ્યા ન હતા. પરંતુ, તે સમયે નેવી તૈયાર હતી અને આજે પણ નેવી યુદ્ધ લડવા માટે તૈયાર છે.