ETV Bharat / city

ગુજરાતના DGPએ ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવી પહોચ્યા - ગાઈડલાઈનું ચૂસ્તપણે પાલન

ગુજરાતના DGPએ ચાર્જ સંભાળ્યા બાદ આજે પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યારે DGP આશિષ ભાટિયાએ રાજકોટમાં પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી.

ગુજરાતના DGPએ ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવી પોહચ્યા

author img

By

Published : Oct 10, 2020, 8:30 PM IST

રાજકોટઃ DGP આશિષ ભાટિયાએ પ્રેસ-કોન્ફરન્સ માં રાજ્યમાં શાંતિ અને સલામતીની ખાતરી આપી હતી અને પેટાચૂંટણી દરમિયાન તમામ ગાઈડલાઈનું ચૂસ્તપણે પાલન કરવામાં આવશે. આ સાથે જ કહ્યું કે, રાજકોટ-જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જે માટે સ્થાનિક લેવલે કલેક્ટરને કામગીરી સોંપવામાં આવી છે.

ગુજરાતના DGPએ ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવી પહોચ્યા

DGP આશિષ ભાટીયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને કમિશ્નર સહિતના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. આ સાથે જ કોરોના કાળ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના વખાણ કર્યાં હતા.

ગુજરાતમાં ખંડણી, ચોરી, લૂંટ, પારકી જમીનો પચાવી પાડવી, ગેરકાયદેસર હથીયારો રાખવા, માદક પદાર્થોની હેરાફેરી સહિતના ગુનાઓના ગ્રાફને ઉંચો જતો અટકાવવા કાયદામાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં રાખવા અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માટે કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત રાજકોટમાં છેલ્લા 8 દિવસમાં 12 આરોપીને પાસા હેઠળ ધકેલવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.