- આરોપી વિવિધ રાજ્યમાંથી લક્ઝરી કારની ચોરી કરતો હતો
- ક્રાઈમબ્રાન્ચે આરોપી રાહુલ ઘીયાડની ધરપકડ કરી
- ક્રાઈમબ્રાન્ચે આરોપી પાસેથી 3 જેટલી લક્ઝરી કાર કબજે કરી
- દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યમાંથી કારની ચોરી થઈ
રાજકોટઃ શહેરમાંથી અને અન્ય રાજ્યમાંથી લક્ઝરી કારની ચોરી કરવાના કૌભાંડનો ક્રાઈમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપી રાહુલ ભરતભાઈ ઘીયાડની ધરપકડ કરી આ સમગ્ર કૌભાંડની લિન્ક મેળવી લીધી છે. આરોપી રાહુલ ઘીયાડ તેના અન્ય રાજ્યના સાગરિતો સાથે દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી લક્ઝરી કારની ચોરી કરતો હતો ત્યારબાદ રાજ્યમાં આ ચોરાયેલી કારને સસ્તા ભાવમાં વેચીને આર્થિક કમાણી કરતો હતો.
આ પણ વાંચોઃ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરતા યુવકને ઝડપી પાડ્યો
આરોપીઓ ગ્રાહકોને ફાઈનાન્સમાંથી કાર લીધી હોવાનું જણાવતા હતા
આરોપીઓ ગ્રાહકોને ફાઈનાન્સમાંથી કાર લીધી હોવાનું જણાવી તેમને સસ્તા ભાવમાં કારનું વેચાણ કરતા હતા. તે દરમિયાન મોટા ભાગની આ પ્રકારની ચોરાયેલી કાર ગુજરાતમાં વેચી હોવાનું ક્રાઈમબ્રાન્ચની તપાસમાં ખૂલ્યું છે. જ્યારે હજી પણ આ મામલે વધુ રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ સોમનાથ બાયપાસ ચોકડી પાસે રિક્ષામાં દારૂની હેરફેરીનો પર્દાફાશ, 57 હજારના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા
ક્રાઈમબ્રાન્ચે પારસોલી મોટર ગેરેજમાંથી ચોરાયેલી કારનો જથ્થો કબજે કર્યો
રાજકોટ ક્રાઇમબ્રાન્ચને બાતમી મળી હતી કે, 150 ફૂટ રિંગ રોડ 2 પર આવેલી તિલાળા ચોકડીથી વાવડી ગામ તરફ જતા રસ્તા પર પારસોલી મોટર ગેરેજમાં ચોરાયેલી કારનો જથ્થો રાખવામાં આવ્યો છે, જેને લઈને રાજકોટ ક્રાઈમબ્રાન્ચે અહીં દરોડા પાડ્યા હતા અને આ આંતરરાજ્ય કાર ચોરી વેચાણનો પર્દાફાશ કર્યો હતો. આ સાથે જ ક્રાઈમબ્રાન્ચે આરોપી રાહુલ ઘીયાડની ધરપકડ કરી તેની પાસે રહેલી 3 જેટલી લક્ઝરી કાર કબજે કરી હતી.