- સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરાયું હનુમાન ચાલીસાની પુસ્તિકાનું વિતરણ
- હનુમાન જયંતી નિમિત્તે હનુમાન ચાલીસાની પુસ્તિકાનું વિતરણ કરાયું
- કોરોનાગ્રસ્ત દર્દી તથા તેમના પરિજનનો હનુમાન ચાલીસાનું વિતરણ કરાયું
રાજકોટ: શહેરની કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે આજે મંગળવારે હનુમાન જયંતી નિમિત્તે દર્દીઓએ તેમના કોરોનાના રોગને ભુલી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને હકારાત્મક ઉર્જા મેળવી હતી. સેન્ટરના નોડલ ઓફિસર ડો. ઇલ્યાસ જુનેજાએ જણાવ્યું હતું કે, શહેરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લેતા દર્દીઓને તથા તેમનાં પરિજનોને હનુમાન ચાલીસાની પુસ્તિકાનું વિતરણ કરાયું હતું.
આ પણ વાંચોઃ કોરોનાને કારણે આ વર્ષે સાળંગપુરમાં હનુમાન જયંતી મહોત્સવ નહિ ઉજવાય
દર્દીઓએ કર્યા હનુમાન ચાલીસાના પાઠ
સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓ તેમના રોગને ભુલીને સામુહિક હનુમાન ચાલીસાના પાઠમાં શામેલ થયા હતા. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુનિવર્સિટી રોડ પર આવેલી કેન્સર હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું છે. જયાં સિવિલ હોસ્પિટલમાંથી રીફર કરાયેલા કોરોનાના માઇલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવે છે. હાલ આ સેન્ટરમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના 200 દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ વડોદરા SSG હોસ્પિટલમાં દર્દીઓ બોલીવુડના ગીતો પર મજા માણતા નજરે પડ્યા