- ગુલાબ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર
- ઉપરવાસમાં વરસાદને કારણે ભાદર નદીમાં પુર આવતા નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા
- જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભાદર નદી કાંઠાના ઘરો, મંદિરો પાણીમાં ડૂબ્યા
રાજકોટ: સતત વરસી રહેલા વરસાદને કારણે ભાદર-1 ડેમ અગાઉ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. બુધવારે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભાદર-1 ડેમના 29 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં હતા. જેના હિસાબે જેતપુરના નીચાંણવાળા વિસ્તારમાં ભાદર નદીના પાણી ઘૂસ્યા હતા. જેના હિસાબે જેતપુરના સરકારીતંત્ર દ્વારા સાવચેતીના પગલે નીચાંણવાળા વિસ્તારો ખાલી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: જૂનાગઢના દામોદર કુંડમાં પ્રથમ વખત જોવા મળ્યો ધસમસતો પાણીનો પ્રવાહ, હજુ પણ અતિભારે વરસાદની આગાહી
જેતપુરથી દેરડી જવાના રોડ થયો બંધ
જેતપુરથી દેરડી, મોણપર અને ખંભાલીડાને જોડતો બેઠો પુલ ભાદર નદીના પુરમાં ગરકાવ થતા લોકોને આવવા-જવા માટેનો વાહનવ્યવહાર થયો બંધ થયો હતો. તેમજ હાલ ભાદર-1 ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક છે. હાલ ભાદર-1 ડેમમાં 57,400 ક્યુસેક પાણીની આવક સામે 57,400 જાવક પણ છે. તેમજ તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારમાં લોકોને જવાની મનાઈ કરવામાં આવી છે અને નીચાંણવાળા 22 ગામોને એલર્ટ કરાયા છે.
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ બંદરો પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ
- આજે 29 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડિપ્રેશનના પગલે દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર બંદરે 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ડીપ ડિપ્રેશનને કારણે દરિયો તોફાની બનવાની શક્યતા છે. સલામતીના ભાગ રૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. સાવચેતીના ભાગ રૂપે દરિયામાં ગયેલી તમામ બોટોને પરત બોલાવી લેવા પણ સૂચના અપાઈ છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને કોઈ ટોકન ઇસ્યુ ન કરવા તેમજ માછીમારી ન કરવા અંગે સ્પષ્ટ સૂચના અપાઈ છે.
- આજે 29 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને રાજકોટમાં સિઝનનો 51 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે અને ગુજરાતના કેટલાક ડેમો ઓવરફ્લો થયેલા છે. જેમાં છેલ્લા અઠવાડીયામાં સૈારાષ્ટ્ર પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. શહેર અને જિલ્લામાં સારા વરસાદને પગલે આગામી દિવસોમાં રાજકોટ વાસીઓને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.
- ભરૂચ શહેરમાં આજે 29 સપ્ટેમ્બરે વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયા છે. લિંક રોડ પર આવેલી અયોધ્યા નગર શ્રીજી સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે ફુરજા વિસ્તારમાંથી પાણીનો વહેતો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. ભારે વરસાદના કારણે એસ.ટી.ડેપો નજીક આવેલ ઇન્દિરા નગરમાં વરસાદી પાણી ઘરમાં ઘુસી ગયા છે. અંકલેશ્વર સ્ટેશન રોડ પર આવેલ ખેતીવાડી કચેરી પાણીમાં થઇ ગરકાવ થઈ ગઈ છે.. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર પડી મોટી અસર દેખાઈ રહી છે, વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો કરવો પડ્યો સામનો કરવો પડ્યો છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે અંકલેશ્વર- સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે.
- જૂનાગઢ શહેરમાં આજે 29 સપ્ટેમ્બરેઅતિભારે વરસાદ (Heavy rain) પડી રહ્યો છે. જેને પગલે આ વખતે ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત જૂનાગઢ સહિત ગિરનાર વિસ્તારમાં પણ વરસાદી પાણીનો પ્રવાહ ધસમસતી નદીના સ્વરૂપમાં જોવા મળ્યો હતો. અતિભારે વરસાદને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.