રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ધવલ પરસોત્તમ ભાઈ નશીત નામના ફરિયાદીએ આપેલી ફરિયાદ મુજબ તેનું ફેસબુક એકાઉન્ટ હેક કરી અજાણ્યા ઈસમ દ્વારા તેના પરિજનો પાસે ઓનલાઈન રૂપિયા પડાવ્યા હતા. આવી જ રીતે આજીડેમ પોલીસ મથકમાં પણ રતુલ વલ્લભભાઈ ઠુમમરનું પણ કોઈ અજાણ્યા ઇસમે ફેસબુક આઈડી હેક કરી તેના પરિજનો પાસેથી રૂપિયા ઓનલાઈન પડાવ્યા હતા. જેના આધારે રાજકોટ સાયબર ક્રાઈમ દ્વારા ટેક્નિકલ સ્ટાફની મદદથી તપાસ શરૂ કરાઇ હતી.
તપાસ દરમિયાન આવ્યું હતું કે આ બન્ને ફરીયાદિના ફેસબુક આઈડી એક જ ઈસમ દ્વારા હેક કરવામાં આવ્યા હતા. જેના આધારે પોલીસે અમદાવાદમાં રહેતા અને ડિલિવરી બોયનું કામ કરતા 19 વર્ષના આરોપીને ઝડપી પાડયો હતા. આ યુવાને અત્યાર સુધીમાં આ રીતે 40થી 50 જેટલા આઈડી હેક કર્યા હોવાનું કબુલ્યું છે.