- રાજકોટમાં 200 બેડનું કોવિડ કેર સેન્ટર આખરે શરૂ થયું
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ થયું કોવિડ કેર સેન્ટર
- પંદર દિવસ પૂર્વે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરાઈ હતી જાહેરાત
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જિલ્લા વહીવટીતંત્રને સિવિલ હોસ્પિટલ તંત્રના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર આખરે શરૂ થયું છે. પંદર દિવસ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 400 બેડનું ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે, ત્યારે આજે ગુરુવારે કોરોનાના અંદાજે 20 જેટલા દર્દીઓને ભરતી કરવામાં આવ્યા હોવાનુ સામે આવ્યું છે.
આ પણ વાંચો : સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ડોમ નાખીને 200 બેડની કોવિડ હોસ્પિટલ આગામી દિવસોમાં શરૂ કરાશે
ઓક્સિજનની અછતને લઈને દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 400 બેડ પૈકી 200 બેડ માટેની વ્યવસ્થા ઘણા દિવસો પહેલાથી જ ઉભી કરવામાં આવી હતી. પરંતુ રાજકોટ શહેરમાં જે પ્રકારે ઓક્સિજનની અછત વર્તાઈ રહી હતી, તેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હતા, જ્યારે આજે ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમા દર્દીઓને ભરતી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટના કોવિડ સેન્ટરોમાં બેડ ફુલ, દર્દીઓ મારી રહ્યા છે વલખા
કોવિડ કેર સેન્ટરમાં 20 જેટલા દર્દીઓને ભરતી કરવામાં આવ્યા હોવાનુ સામે આવ્યું
આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જિલ્લા વહીવટીતંત્ર અને સિવિલ હોસ્પિટલ તંત્રના સયુંક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 200 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલ ગણતરીની કલાકોમા 20 જેટલા દર્દીઓને ભરતી કરવામાં આવ્યા હોવાનુ સામે આવ્યું છે. તો બીજી તરફ કોવિડ કેર સેન્ટર માટે મુંબઈ ખાતેથી આવેલા કોવિડ એક્સપર્ટ દ્વારા દર્દીઓને સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ મારફતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર્દીઓને દાખલ કરવામાં આવશે.