- રાજકોટ જિલ્લામાં કોરોનાના મૃતકોના પરિજનોને રૂપિયા 50 હજારની સહાય આપવાનું શરૂ
- મૃતકોના પરિવારજનોનો ઘસારો કલેક્ટર કચેરી ખાતે જોવા મળ્યો
- 144 પરિવારજનોને સહાય ચૂકવામાં આવી
રાજકોટઃ કોરોનામા મૃત્યુ પામેલા લોકોને (relatives of those who died from corona) રૂપિયા 50 હજારની સહાય રાજ્યમાં જાહેર કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં મોટા પ્રમાણમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ફોર્મ ભરી રહ્યા છે અને પરત જમા કરાવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા શુક્રવારથી તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મૃતકોના પરિવારજનોને સહાય આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં સવારથી અત્યાર સુધીમાં 144 મૃતકોના પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાય (Assistance of Rs 50000) આપવામાં આવી હતી. ત્યારે શુક્રવારે પ્રથમ દિવસે જ મૃતકોના પરિવારજનોના બેન્ક એકાઉન્ટમાં જમા રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Omicron Variant : કોરોનાના નવા વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં હાહાકાર, પ્રતિબંધો લગાવવાનું શરૂ
અત્યાર સુધીમાં 1000થી વધુ ફોર્મ ભરાઈને આવ્યા
કોરોનાની બીજી લહેર (Corona's second wave) દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં કોરોનાથી લોકોના મૃત્યુ થયા હતા. જેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 50 હજારની સહાય જાહેર કરવામાં આવતાં મોટા પ્રમાણમાં મૃતકોના પરિવારજનો સહાય મેળવવા માટે મામલતદાર કચેરીએ જોવા મળ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 1000થી વધુ ફોર્મ ભરાઈને પરત આવ્યા હતા, ત્યારે વહિવટી તંત્ર જરૂરી ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા હતા અને સહાય બેન્ક ખાતામાં ઓનલાઇન ચૂકવણી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કોવિડનું નવું વેરિયન્ટ C.1.2 વધારે સંક્રામક, વેક્સિન પર પણ ભારે પડી શકે છે: સ્ટડી
તાલુકા લેવલે જ કામગીરી થાય તેવી વ્યવસ્થા: કલેક્ટર
રાજકોટ જિલ્લા કલેક્ટર (Rajkot District Collector) અરુણ મહેશ બાબુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટના તમામ 11 તાલુકાઓમાં ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ છે. તેમજ લોકોને અહીંયા સુધી ધક્કો ખાવો પડે તે માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં પ્રથમ રાજકોટ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને સહાયનું ચૂકવણું કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજિત 144 લોકોના પરિવારજનોની સહાય આપવામાં આવી છે. જ્યારે હજુ પણ આ પ્રક્રિયા શરૂ છે.