રાજકોટવાસીઓને આગામી સમયમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ થવાની છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા મુજબ કરલે કાર્યવાહી અંતર્ગત રાજકોટમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક બસ રાજકોટ ખાતે આવી પહોંચી છે. આ બસનું આજથી જ રાજકોટમાં ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું છે.
જે આગામી બે દિવસ સુધી ચાલનારું છે. જેને દિવસ દરમિયાન BRTS અને RMTSના રૂટ પર દૈનિક 220કિમી ચલાવવામાં આવનાર છે. આ ઇલેક્ટ્રોનિક બસને પ્રથમ વખત ચાર્જ કર્યા બાદ 150 કિલોમીટર અને 75 મિનિટના opportunity charging બાદ 70 કિલોમીટર ચલાવવાની રહેશે.
રાજકોટ ખાતે આવી પહોંચેલી ઇલેક્ટ્રોનિક બસને મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ નિહાળી તેની ટેકનોલોજી અંગે માહિતી મેળવી હતી.
જો રાજકોટમાં આવેલી ઇલેક્ટ્રોનિક બસનો ટ્રાયલ રન યોગ્ય રહ્યો તો આગામી દિવસોમાં રાજકોટવાસીઓને ઇલેક્ટ્રોનિક બસનો લાભ મળશે.