- કન્ટ્રોલ રૂમ 500થી વધુ ગામ સાથે સંપર્કમાં રહેશે
- રાજકોટ જિલ્લા પંચાયતે 48 કલાક માટે શરૂ કર્યો કંટ્રોલ રૂમ
- ભારે વરસાદ સાથે વરસાદથી નુકસાન થવાની ભીતિ
રાજકોટ જિલ્લા પંચાયતમાં આગામી 48 કલાક માટે કંટ્રોલ રૂમ શરૂ થયો છે, જે 500થી વધુ ગામો સાથે સીધા સંપર્કમાં રહેશે. ગુજરાત તરફ આગળ વધી રહેલું તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારે પોવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. ઘણા ગામોમાં અને શહેરમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે તેવા સમયે રાજકોટ જિલ્લા પંચાયતમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વડોદરામાં તૌકતે વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા બદામડી બાગ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો
તમામ અધિકારીઓને કામગીરી સોંપાઈ
જિલ્લા પંચાયત પ્રમુખ 11 તાલુકા અને 500થી વધુ ગામો સાથે સીધા સંપર્કમાં રહેશે. આ કંટ્રોલ રૂમમાં તમામ ગામડાના સંપર્ક કરવામાં આવશે અને 48 કલાક સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવશે. તમામ DDO, કલેક્ટર, મામલતદારોને તેમની કામગીરી સોંપી દેવાઈ છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાની અસર - પાટણ જિલ્લામાં 10 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા
બિનજરૂરી બહાર ન જવા લોકોને અપીલ
વાવાઝોડાને ધ્યાને રાખી DDO જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્ટેન્ડ ટૂ રહેશે. તો બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે જણાવ્યું હતું કે, કંટ્રોલ રૂમની ટીમ 24 કલાક જાગશે અને તમામ ગામનો સંપર્ક સાધશે અને ગામોમાં એક પણ જાનહાની ન થાય તેનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. આ સાથે જ શહેરમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સજાગ રહેશે. લોકોને બુધવારે સવાર સુધી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી હતી.