ETV Bharat / city

બંગાળી કારીગરો પર નિર્ભર છે રાજકોટની સોની બજાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ સતત કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઇને રાજ્ય સરકારે જિલ્લાઓમાં રાત્રી કરફ્યૂ જાહેર કર્યું છે. રાજ્યના મોટા શહેરોમાં એટલે કે, અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં કોરોના બેકાબૂ થયો છે ત્યારે આ મોટા શહેરોમાં ફરી લોકડાઉન થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઇને પરપ્રાંતીઓ અને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં કામ કરવા માટે આવેલા કારીગરોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સોની બજારમાં કોરોના આવ્યા પહેલા અંદાજિત એક લાખ કરતા વધુ કારીગરો કામ કરતા હતા પરંતુ કોરોના આવ્યા બાદ હાલ આ કારીગરી સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

બંગાળી કારીગરો પર નિર્ભર છે રાજકોટની સોની બજાર
બંગાળી કારીગરો પર નિર્ભર છે રાજકોટની સોની બજાર
author img

By

Published : Apr 7, 2021, 7:10 PM IST

  • કોરોના સંક્રમણ વધતા ફરી લોકડાઉન આવે તેવો બંગાળી કારીગરોમાં ડર
  • ફરી લોકડાઉન થાય તો કારીગરો ચાલ્યા જશે વતન
  • પ્રથમ લોકડાઉન બાદ 50% કારીગરો પરત આવ્યા નથી
  • એક લાખથી વધુ કારીગરો કરતા હતા કામ

રાજકોટઃ દેશમાં કોરોના આવ્યો તે પહેલા રાજકોટના સોની બજારમાં એક લાખ કરતાં વધુ બંગાળી કારીગરો કામ કરતા હતા પરંતુ કોરોના આવ્યા બાદ પ્રથમ લોકડાઉન થયું અને તેમાં તમામ કારીગરો પોતાના વતન પરત ફર્યા હતા. જ્યારે કોરોના કેસમાં ઘટાડો થતાં લોકડાઉન પૂર્ણ થયું ત્યારબાદ ફરી રાજકોટની સોની બજારમાં અંદાજિત 50 હજાર કારીગરો પરત ફર્યા હતા અને પોતાના ધંધા રોજગારમાં લાગ્યા હતા. હાલ જે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તેને લઈને હવે ફરી આ બંગાળી કારીગરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોના સંક્રમણ વધતા ફરી લોકડાઉન આવે તેવો બંગાળી કારીગરોમાં ડર

સોની બજારના 50 હજાર કારીગરો થશે બેકાર

રાજકોટની સોનીબજાર એ એશિયાની સૌથી મોટી સોની બજાર માનવામાં આવે છે ત્યારે આ સોની બજારમાં બંગાળમાંથી મોટાભાગના કારીગરો કામ કરવા માટે અહીં આવે છે. હાલ રાજકોટની સોની બજારમાં 50,000 જેટલા બંગાળી કારીગરો કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં જે રીતે વધારો જોવા મળી રહ્યો ત્યારે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવે તો 50 હજાર કરતાં વધુ બંગાળી કારીગરો પોતાના વતન પરત ફરશે અને બેરોજગાર બનશે. જોકે હાલ જે કોરોનાની પરિસ્થિતિ રાજકોટમાં જોવા મળી તેને લઈને આવું પણ લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં લોકડાઉનની આવશ્યકતા પડી શકે છે.

આ પણ વાંચોઃ જામનગર બ્રાસપાર્ટમાં જોડાયેલા શ્રમિકોની લોકડાઉન વિશે પ્રતિક્રિયા

સોની વેપારીઓ જવાબદારી લેવાની ચોખ્ખી ના પાડી

રાજકોટના સોની વેપારીઓએ પણ પોતાના કારીગરો વતન જાય તે માટે તેઓ તેમને જવા દેવા માંગે છે. જ્યારે હવે કારીગરો બીમાર પડે તો તેમની જવાબદારી પણ લે તે પ્રશ્ન ઊભો થયો છે કારણકે, ગત લોકડાઉનમાં એક લાખ કરતા વધુ બંગાળી કારીગરો પોતાના વતન ગયા હતા. પરત ફરીને આવ્યા નહોતા માત્ર 50 ટકા જેટલા જ કારીગરો પરત ફરીને આવ્યા હતા. કોરોના પોઝિટિવ કેસને લઈને ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતાઓ છે. જેને લઇને કારીગરો પરત પોતાના વતનમાં જાય તેવું લાગી રહ્યું છે. બંગાળી કારીગરોએ પણ જો ગુજરાતમાં લોકડાઉન થાય તો તેઓ પોતાના વતન પરત જતા રહેશે તેવું તેઓ કહી રહ્યા છે.

આ પણ વાંચોઃ ભાવનગરના પરપ્રાંતીય શ્રમિકોની એક જ માગઃ લૉકડાઉન લગાવો તો સમય આપજો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.