ETV Bharat / city

નીતિન ભારદ્વાજ પર 500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ કરનારા કોંગી આગેવાનોને કોર્ટમાં હાજર રહેવા સેશન્સ કોર્ટની નોટિસ

500 કરોડના જમીન કૌભાંડ (Land scam In Rajkot)ના આક્ષેપ મામલે નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં આરોપીઓ સામે બદનક્ષી અંગેની ફરિયાદ કરી હતી. આ મામલે સેશન્સ કોર્ટે કોંગી આગેવાનોને કોર્ટમાં હાજર રહેવા નોટિસ પાઠવી છે.

નીતિન ભારદ્વાજ પર 500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ કરનારા કોંગી આગેવાનોને કોર્ટમાં હાજર રહેવા સેશન્સ કોર્ટની નોટિસ
નીતિન ભારદ્વાજ પર 500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ કરનારા કોંગી આગેવાનોને કોર્ટમાં હાજર રહેવા સેશન્સ કોર્ટની નોટિસ
author img

By

Published : Apr 27, 2022, 8:46 AM IST

રાજકોટ: રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાયેલા 500 કરોડની જમીન કૌભાંડ (Land scam In Rajkot)ના આક્ષેપનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં આરોપીઓ સામે બદનક્ષી અંગેની ફરિયાદ કરી હતી.

નીતિન ભારદ્વાજે રાજકોટની કોર્ટમાં આરોપીઓ સામે બદનક્ષી અંગેની ફરિયાદ કરી હતી.

નામદાર સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી- ફરિયાદ નામદાર નીચેની કોર્ટે ફરિયાદી અને 2 સાહેદોને તપાસ્યા બાદ હાલનો બનાવ ગાંધીનગરમાં બદનક્ષીની જે ફરિયાદ દાખલ થઈ છે તે ફરિયાદનો જ એક ભાગ ગણી હાલની ફરિયાદ મૂળ ફરિયાદીને પરત આપવાનો હુકમ કર્યો હતો જે હુકમથી નારાજ થઈ સેશન્સ કોર્ટ (sessions court rajkot)માં રિવિઝન અરજી દાખલ કરી હતી. નામદાર સેશન્સ કોર્ટમાં રિવિઝન દાખલ કર્યા બાદ અંગત મદદનીશ વિરોધ પક્ષના કાર્યાલય સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે. ચાવડાનાને રિવિઝનમાં સામાવાળા તરીકે જોડવાની અ૨જી પાઠવી હતી જે અ૨જીની માંગણી નામદા૨ સેશન્સ કોર્ટે મંજૂ૨ કરી સામાવાળાને નોટિસ ક૨વાનો આદેશ ફ૨માવ્યો છે.

આ પણ વાંચો: 500 crore land scam : પ્લોટ સુનિશ્ચિત લોકોને જ આપવામાં આવ્યાં હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આક્ષેપ

500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું?- ગત 22 ફેબ્રુઆરીના રોજ કોંગ્રસના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર અને દંડક સી.જે. ચાવડાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, રાજકોટની આસપાસમાં 20 કિલોમીટરના વિસ્તારમાં આવેલા અલગ-અલગ સર્વે નંબરની 2031 સુધી હેતુફેર ન થઈ શકે તેવા કેટલાક સર્વે નંબરની કિંમતી જમીનના ઝોન ચેન્જ કરાવી ગુજરાતના માજી મુખ્યપ્રધાન અને રાજકોટ-2ના ધારાસભ્ય વિજય રૂપાણી તેમજ નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ (Scam In Gujarat) આચર્યું છે તેવું જણાવ્યો હતું.

આ પણ વાંચો: Land Scam in Navsari : નવસારી જિલ્લામાં જમીન સંપાદન વળતર મુદ્દે ફરિયાદોનો ઢગલો, પોલીસ એક્ટિવ

અધિકારીઓ પણ શંકાના દાયરામાં- વધુમાં તેઓએ એવી પણ માંગ કરી હતી કે, ભાજપના મળતિયા બિલ્ડર્સ તેમજ ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે અને પોતાના ગજવા ભરવા માટે કૌભાંડ કરાયું છે. તેની CBI મારફતે તપાસ કરવામાં આવે તો શહેરી વિકાસ મંત્રાલય (Ministry of Urban Development) અને રૂડાના કેટલાક અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે તેવું જણાવ્યું હતું. વધુમાં કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સહારાની પેટા કંપની સહારા ઈન્ડિયા હોમ કોર્પોરેશન (sahara india pariwar) (લખનઉ)ની ટાઉનશિપ બાંધવા માટે રાજકોટની બાજુમાં મોટી જગ્યા ઉપલબ્ધ હતી. હાલ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર, સી.જે.ચાવડા સહિત 4 સામે કોર્ટે નોટિસ કાઢી તમામને કોર્ટમાં હાજર રહેવા કોર્ટનું ફરમાન આવ્યું છે, જેમાં 20 મેના રોજ તેમને કોર્ટમાં હાજર થવા સમન્સ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.