ETV Bharat / city

Saurashtra Universityનું વધુ એક ભોપાળું, રૂ.3 કરોડની ફાળવણી છતાં વિદેશી ભાષાનું શિક્ષણ અદ્ધરતાલ - ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ

હજુ માટી કૌભાંડની તપાસ પૂર્ણ થઈ નથી, એવામાં ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ( Saurashtra University ) એક ભોપાળું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રૂપિયા 3 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે છતાં પણ યુનિવર્સિટીમાં વિદેશી ભાષાનું શિક્ષણ ( foreign language education ) અદ્ધરતાલ જોવા મળી રહ્યું છે.

Saurashtra University નું વધુ એક ભોપાળું, રૂ.3 કરોડની ફાળવણી છતાં વિદેશી ભાષાનું શિક્ષણ અદ્ધરતાલ

author img

By

Published : Jul 27, 2021, 5:53 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામે વધુ એક વિવાદ સામે આવ્યો
  • વિદેશી ભાષા શિક્ષણની મસમોટી ગ્રાન્ટ ફાળવાઈ
  • 4 મહિના બાદ પણ ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટના ઠેકાણાં નથી

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( Saurashtra University ) અને વિવાદ થમવાનું નામ જ નથી લઈ રહ્યાં. હજુ યુનિવર્સિટીમાં માટી કૌભાંડની તપાસ પૂર્ણ થઈ નથી. એવામાં ફરી એક ભોપાળું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સામે આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રૂપિયા 3 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, છતાં પણ યુનિવર્સિટીમાં વિદેશી ભાષાનું શિક્ષણ ( foreign language education ) અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે યુનિવર્સિટીમાં ચાર મહિના અગાઉ ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ ( Foreign Language Department ) મંજૂર કરવામાં આવ્યો હતો. જેની ગ્રાન્ટની ફાળવણી થઇ ગઇ હોવા છતાં હજુ સુધી કોઈ ઠેકાણા જોવા નથી મળી રહ્યાં. જેને લઇને વિદેશી ભાષા શીખવા માટે ઉત્સાહિત વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.

ફોરેન લેન્ગવેજ ડિપાર્ટમેન્ટને અપાઈ હતી મંજૂરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ( Saurashtra University ) વિદ્યાર્થીઓને વિદેશી ભાષા શીખવા મળે તે માટે અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાં ફોરેન લેંગ્વેજ વિભાગ શરૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્તને મંજૂર કર્યાના 4 મહિના થઈ ગયા છે. પરંતુ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા ફોરેન લેંગ્વેજ વિભાગ ( Foreign Language Department ) મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વિદેશી ભાષા ( foreign language education ) શીખવા માટે ઉત્સુક યુવાનો વિદ્યાર્થીઓ પણ રાહ જોઈને બેઠા છે કે યુનિવર્સિટીમાં ક્યારે ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ શરૂ થાય.

વિદ્યાર્થીઓ વિદેશી ભાષા શીખે તે માટે કરાઈ દરખાસ્ત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ( Saurashtra University ) વિદ્યાર્થીઓ વિદેશી ભાષા ( foreign language education ) એટલે કે જાપાનીઝ, ફ્રેન્ચ ,જર્મન સ્પેનીશ સહિતના દેશોની ભાષા શીખે તે માટે યુનિવર્સિટીમાં જ ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ ( Foreign Language Department ) માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જે નાણાં પણ યુનિવર્સિટીના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઇન્ટરનેશનલ શિક્ષણસંસ્થાઓ માટે વિદેશી ભાષાનું જ્ઞાન જરૂરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ( Saurashtra University ) વિદ્યાર્થીઓ દેશવિદેશમાં પણ ભણવા જાય છે. ત્યારે ઇન્ટરનેશનલ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંપર્ક વધારવા માટે વિદેશી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત જરૂરી છે. એવામાં યુનિવર્સિટીમાં વિદેશી ભાષાના અભ્યાસ ( foreign language education ) માટેના કોષોની ડિઝાઇન પણ નક્કી કરવામાં આવી છે. પણ હજુ સુધી ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ ( Foreign Language Department ) અંગેની કાર્યવાહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી નથી. જે તપાસનો વિષય લાગી રહ્યો છે.
આ પણ વાંચોઃ Saurashtra University માટી કૌભાંડ: રજિસ્ટ્રાર જતીન સોનીએ આપ્યું રાજીનામું

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડની આશંકા, કોંગી નેતાએ સીએમને લખ્યો પત્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.