- ત્રીજી લહેરને લઈને લોકોમાં ભય અને ચિંતા વ્યાપી રહી છે
- માતા-પિતા અને પરિવારના સભ્યોનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાયું રહ્યું છે
- બાળકો માટે ત્રીજી લહેર ખતરો સાબિત થવાની સંભાવના કરાઇ વ્યક્ત
રાજકોટ- કોરોનાની બીજી લહેર હજુ ધીમી પડી છે, ત્યાં ત્રીજી લહેરનો ફફડાટ વ્યાપી રહ્યો છે. ત્રીજી લહેરને લઈને લોકોમાં ભય અને ચિંતા વ્યાપી રહી છે. આ સાથે ત્રીજી લહેર બાળકો માટે ખતરો સાબિત થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે માતા-પિતા અને પરિવારના સભ્યોનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાયું રહ્યું છે.
કોરોનાની ત્રીજી લહેર અંગે 1170 લોકો તરફથી સારો એવો મળ્યો પ્રતિસાદ
આ બાબતને ધ્યાનમાં લઈને કોરોનાની ત્રીજી લહેર આવશે કે કેમ, ત્રીજી લહેર ન આવે માટે શું કરવું જોઈએ, ત્રીજી લહેર માટે કેવા પ્રકારના સાવચેતીના પગલાં લેશો તે અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં એન. આર. પટેલે સર્વે કર્યો છે. જેમાં 1170 લોકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.
સાતમ આઠમ પછી કોરોના વધશે એવું મોટાભાગના લોકો માને છે
ગ્રામ્યના લોકોનું માનવું છે કે, સામાજિક સંબંધો ટકાવવા મળવું હળવું જોઇએ, જયારે શહેરના લોકો સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું જરૂરી માની રહ્યા છે. સાતમ આઠમ પછી કોરોના વધશે એવું મોટાભાગના લોકો માની રહ્યા છે.