ETV Bharat / city

Saurashtra University Paper Leak 2021: પટાવાળાના સગા માટે કર્યું કાંડ, પ્રિન્સિપાલ સહિત 6ની ધરપકડ - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીકની તપાસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ સેમેસ્ટર 3ની ઇકોનોમિક્સની પરીક્ષાનું પેપર લીક (saurashtra university economics paper leak 2021) થયાની ઘટના સામે આવી છે. આ મામલે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Saurashtra University Paper Leak 2021: પટાવાળાના સગા માટે કર્યું કાંડ, પ્રિન્સિપાલ સહિત 6ની ધરપકડ

author img

By

Published : Dec 24, 2021, 6:29 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાઓ (saurashtra university exams 2021) શરૂ છે. આ દરમિયાન બી.કોમ સેમેસ્ટર 3ની ઇકોનોમિક્સની પરીક્ષાનું પેપર (saurashtra university economics paper leak 2021) પરીક્ષાના એક કલાક પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. આ મામલે યુનિવર્સિટી દ્વારા સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આજે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે રાજકોટ ઝોન 2ના DCP (DCP of Rajkot Zone 2) મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ પેપર ફોડનાર મુખ્ય સૂત્રધાર બાબરાની સરદાર પટેલ લો કોલેજનો પ્રિન્સિપાલ (babra sardar patel law college principal) હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

કોલેજના પટાવાળાના સગા માટે પેપર ફોડ્યું

કોલેજના પટાવાળાએ પોતાના સગા માટે પેપરની વ્યવસ્થા કરી આપવા માટે કહ્યું હતું.

જો કે આ પેપર મામલે કોઇપણ આર્થિક વહીવટ હજુ સુધી ન થયો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનું પેપર ફૂટ્યા (Saurashtra University Paper Leak 2021)ની વાત સામે આવતા ફરી એક વખત શિક્ષણ જગતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ મામલે રાજકોટની યુનિવર્સિટી પોલીસ (Rajkot University Police) દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટની યુનિવર્સિટી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ (saurashtra university paper leak investigation) કરવામાં આવી હતી, જેમાં સામે આવ્યું છે કે બાબરાની સરદાર પટેલ લો કોલેજના પ્રિન્સિપાલ એવા દિલાવર રહીમભાઈ કુરેશીને કોલેજના પટાવાળાએ પોતાના સગા માટે પેપરની વ્યવસ્થા કરી આપવા માટે કહ્યું હતું.

પરીક્ષા યોજાય તેના 2 કલાક પહેલા પેપર વોટ્સએપ પર મોકલવામાં આવ્યું

પ્રિન્સિપાલે સવારના 8 વાગ્યાની આસપાસ પેપરના બંડલનું સીલ તોડીને આ પેપરનો ફોટોગ્રાફ મોબાઇલમાં પાડી લીધો હતો અને ત્યારબાદ આ ફોટોગ્રાફ્સ વોટ્સએપ (exam paper leak on WhatsApp) મારફતે કોલેજના ક્લાર્ક એવા રાહુલ ભુપતભાઈ પંચાસરાને મોકલ્યો હતો. ક્લાર્કે આ પેપર કોલેજના પટાવાળાના સગા એવા પારસ ગોરધનભાઈ રાજગોરને પેપર મોકલ્યું હતું. સરદાર પટેલ લો કોલેજમાં પટાવાળા તરીકે ભીખુભાઈ સવજીભાઈ સેજલીયા નામના શખ્સ નોકરી કરે છે. જેને પોતાના સગા એવા પારસ ગોરધનભાઈ રાજગોર માટે પેપરની વ્યવસ્થા કરવા માટે કોલેજના પ્રિન્સિપાલને કહ્યું હતું. જેને લઈને આ પરીક્ષા યોજવાના 2 કલાક અગાઉ જ પેપર પારસને વોટ્સએપ મારફતે મોકલવામાં આવ્યું હતું.

મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં પેપર મોકલતા ભાંડો ફૂટ્યો

બી.કોમ સેમેસ્ટર 3ના ઇકોનોમિક્સ પેપરને લવલી યારો નામના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યું હતું.

પારસે આ પેપર પોતાની પાસે આવતા તેણે પોતાના મિત્ર દિવ્યેશ લાલજીભાઇ ધડુક અને એલિસ પ્રવીણ ભાઈ ચોવટીયાને આ પેપર મોકલ્યું હતું. જ્યારે આ પેપર પારસ પાસેથી દિવ્યેશ ધડુક પાસે આવતા તેણે બી.કોમ સેમેસ્ટર 3ના ઇકોનોમિક્સ પેપરને લવલી યારો નામના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યું હતું. આ પેપર વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ યુનિવર્સિટીના રજિસ્ટાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બાબરા કોલેજના પ્રિન્સિપાલ, ક્લાર્ક, પટાવાળા સહિત 6 લોકોની ધરપકડ કરી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા આ 6 શખ્સોની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak: મુદ્રેશ પુરોહિતની ધરપકડ કરવા ઉપર હાઇકોર્ટની રોક

આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસને મળી વધુ એક સફળતા, મુખ્ય આરોપીના ભત્રીજા સહિત 2ને કોર્ટમાં રજૂ કરાયા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.