ETV Bharat / city

Saurashtra University Exams: 2016માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ

2016માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ વધુ એક વખત પરીક્ષા (Saurashtra University Exams) આપી શકે તેવો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. 2016ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અગાઉ યોજાઈ ગઈ છે, પરંતુ તે સમયે કોરોના હતો એટલે ઘણા વિદ્યાર્થીઓ સંક્રમિત (Corona In Gujarat) હતા તેથી પરીક્ષા આપી શક્યા નહોતા.

Saurashtra University Exams: 2016માં નાપાસ થયેલા 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય

author img

By

Published : Jan 12, 2022, 5:19 PM IST

Updated : Jan 12, 2022, 6:35 PM IST

રાજકોટઃ કોરોના (Corona In Gujarat)ના કારણે અનેક વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો છે. વર્ષ 2016માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University Exams) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને ભવિષ્યમાં પણ સુધારો થાય તે માટે તેઓ વધુ એક વર્ષ માટે પરીક્ષા આપી શકશે.

વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને ભવિષ્યમાં પણ સુધારો થાય તે માટે તેઓ વધુ એક વર્ષ માટે પરીક્ષા આપી શકશે.

1 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્ષ 2016માં નપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ફરી એક વર્ષ માટે પરીક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા અનેક વિદ્યાર્થીઓ (Saurashtra University Students)ને લાભ થશે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મળતી વિગતો મુજબ વર્ષ 2016માં નાપાસ થયેલા અંદાજીત 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય કુલપતિ (Saurashtra University Chancellor) દ્વારા લેવામાં આવ્યો છે, જેઓ વધુ એક વર્ષ એટલે આ વર્ષે પરીક્ષા આપીને પાસ થઈ શકશે.

આ પણ વાંચો: Saurashtra University Paper Leak 2021: પટાવાળાના સગા માટે કર્યું કાંડ, પ્રિન્સિપાલ સહિત 6ની ધરપકડ

પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ હતા સંક્રમિત

વર્ષ 2016માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર પણ હતું, જેથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ લાભ થઈ શકશે. આ પરીક્ષા માટે આજથી ફોર્મ (Saurashtra University Exam Forms) ભરાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જે આગામી 3 દિવસ સુધી ચાલશે. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ N+3+1 (Examination system of Saurashtra University) પ્રમાણે વર્ષ 2016ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અગાઉ યોજાઈ ગઈ છે, પરંતુ તે સમયે કોરોના હતો એટલે ઘણા વિદ્યાર્થીઓ સંક્રમિત (Saurashtra University Students Corona Infected) હતા અથવા આ વિદ્યાર્થીઓના ઘરમાં કોઈ સંક્રમિત હતા જેના કારણે તેઓ પરીક્ષા આપી શક્યા નહોતા. આવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Paper Exploded at Saurashtra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com સેમેસ્ટર 3નું પેપર ફૂટ્યું હોવાનો 'આપ'નો દાવો, પોલીસ ફરિયાદ નોંધાઇ

Last Updated : Jan 12, 2022, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.