ETV Bharat / city

PM Modiની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 25 જૂને રાજકોટ Light House Projectની રીવ્યૂ બેઠક - મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ

આગામી 25 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટની રીવ્યૂ બેઠક (Light House Project Review Meeting) યોજાશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર પ્રોજેકટના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરશે અને અન્ય આનુષંગિક બાબતોથી માહિતગાર થશે.

PM Modiની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 25 જૂને રાજકોટ Light House Projectની રીવ્યૂ બેઠક

author img

By

Published : Jun 23, 2021, 8:50 PM IST

  • રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેકટ (Light House Project) ની રીવ્યૂ બેઠક
  • 25 જૂને યોજાનારી બેઠકમાં PM Modi આપશે હાજરી
  • પીએમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટની રીવ્યૂ બેઠક યોજાશે
  • ભારતમાં અનુકૂળ એવી 54 ટેકનોલોજીથી આવાસોનું નિર્માણ

    રાજકોટ: વડાપ્રધાન મોદી (PM Modi) દ્વારા સને 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે 2015માં જાહેર કરાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવી રહ્યાં છે. વિશ્વભરમાં પ્રચલિત અને ભારતમાં અનુકૂળ એવી 54 ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તર પ્રદેશ),રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા), ઈન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવેલ છે.

    રૈયા સ્માર્ટ સિટી ખાતે 1144 આવાસોની બાંધકામની કામગીરી

    રાજકોટ શહેરમાં માલાણી કન્સ્ટ્રકશન એજન્સી દ્વારા રૈયા સ્માર્ટ સિટી ખાતે (Ministry of Urban and Housing Affairs)ના વડપણ હેઠળ (Building Materials and Technology Promotion Council)ના સંકલનમાં રહીને ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ 1144 આવાસોની બાંધકામની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટમાં નિર્માણ પામી રહેલા (Light House Project Review Meeting) આ લાઇટ હાઉસ પ્રોજેકટના આવાસોનો મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા ડ્રો કરવામાં આવ્યો છે અને ડ્રોમાં આવાસ મેળવનાર લાભાર્થીઓને વર્ષ 2021ના અંતમાં આ આવાસોની ફાળવણી પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પીએમ મોદીએ રાજકોટ લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ ખાતમુહૂર્ત કર્યું

મોદીએ રાજકોટમાં પ્રોજેકટનું કર્યું હતું ઇ-લોકાર્પણ

પહેલી જાન્યુઆરી 2021 ના રોજ (PM Modi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહત્વાકાંથી પ્રોજેકટનું ઇ-લોકાર્પણ કર્યું હતું અને 6 માસ બાદની કામગીરીની તેઓ દ્વારા આ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ (Light House Project) આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવે છે. જેથી આવાસ યોજનાની કામગીરી આશરે 1 વર્ષમાં પૂર્ણ થશે. આ પ્રકારની ટેક્નોલોજીના ઉપયોગથી આવાસોનું નિર્માણ કાર્ય ઝડપથી થઇ શકે છે. બાંધકામની સારસંભાળ અને જાળવણીમાં ઓછો સમય લાગે છે. અને બાંધકામ મજબૂત અને ટકાઉ બને છે.

એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ 1144 આવાસોની બાંધકામની કામગીરી કરવામાં આવી રહી છે

કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ 4 લાખની વિશેષ સહાયઆ પ્રોજેક્ટ માટે (Light House Project) કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા દોઢ લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.દોઢ લાખની સહાય મળવાપાત્ર છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ 4 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવે છે. રૂ.118 કરોડના ખર્ચે EWS-ll (40.00 ચો. મી.) પ્રકારના 1144 આવાસો (G+13)નું નિર્માણ કાર્યરત છે. રૈયા સ્માર્ટ સીટીના ટી.પી. સ્કીમ નં 32 માં 45મી રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થઇ રહેલ છે. દરેક આવાસમાં 2 રૂમ, લિવિંગ રૂમ, રસોડું, ટોયલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા led લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવેશે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્સ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઇટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ લાઈટ હાઉસ પ્રોજેકટના આવાસ ફોર્મ વિતરણમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.