રાજકોટ : રાજકોટ જિલ્લાના વેણુ 2 ડેમ માંથી પાણી છોડવાની (Venu 2 Dam Water Release Announcement) જાહેરાત સામે આવી છે. ઉપલેટાના ગાયત્રી આશ્રમ ગધેથડ પાસે આવેલા વેણુ-2 ડેમ માંથી 15 મે રવિવારના રોજ પાણી છોડવામાં આવશે. પાણી છોડવા બાબતે સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે. ભાદર કાંઠાના જે ગામો આવેલા છે તેવા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાને લઈને કેટલીક આ ડેમમાં કામગીરી (Venu 2 Dam Operation) હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Sani Dam in Suryavadar : સાની ડેમનું નિર્માણ કાર્ય ધીમી ગતિએ ચાલતા ખેડૂતોમાં ભારે રોષ, લોકો પાણી માટે મારે છે વલખા
શા માટે પાણી છોડવામાં આવ્યું - વેણુ 2 ડેમમાં રિપેરિંગની (Venu 2 Dam Repair Work) કામગીરી હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. ત્યારે રજૂઆત બાદ મંજૂરી મળતા ડેમમાંથી અંદાજે 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવું વિગતો સામે આવી છે. આગામી 15 મી મે ના રોજ સવારે 11:00 વેણુ-2 ડેમના પાંચ દરવાજા (Venu 2 Dam Gates) પાંચ ફૂટ ખોલવામાં આવશે. વેણુ-2 ડેમના દરવાજા ખોલવાને લઈને આસપાસના કેટલાક ગામોને પણ એલર્ટ કરાયા છે.
આ પણ વાંચો : Summer Crop Cultivation In Bhavnagar: ભાવનગર જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં 70 ટકાનો વધારો, જાણો કારણ
ક્યાં ક્યાં ગામને એલર્ટ કરાયા - જેમાં વેણુ 2 ડેમના (Rajkot Venu 2 Dam) હેઠવાસમાં આવતા ગધેથડ, નાગવદર, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નિલાખા, ગણોદ સહિતના ઉપલેટાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ગામો કે જે ભાદર કાંઠાના ગામો છે તેમને પણ આ સાથે એલર્ટ (Venu 2 Dam Villages Alert Regarding) કરવામાં આવ્યા છે. આ સાથે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, લોકોએ આ દરમિયાન નદીના પટમાં ન જવું અને નદીના પટમાં રહેલા તમામ વસ્તુઓ અને ઢોરઢાંખર ખસેડી લેવા (Upleta Venu 2 Dam) માટેની પણ સૂચના આપવામાં આવી છે.