- કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે કોવિડ પોઝિટિવ દર્દીઓના મોત થયા હતા
- રાજકોટ કોવિડ હોસ્પિટલમાં મોત બાદ દર્દીઓના સ્વજનો થયા ગુમ
- સ્વજનોના ફોન નંબર અને એડ્રેસ પણ ખોટા જણાયા
રાજકોટઃ શહેરમાં હજુ પણ કોરોનાના પોઝિટિવ કેસ કાબુમાં આવ્યા નથી, ત્યારે સરકારી કોવિડ હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ હાલ કોવિડની સારવારમાં છે. એવામાં કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે કોવિડ પોઝિટિવ દર્દીઓના મોત થયા હતા. હોસ્પિટલ તંત્ર દ્વારા તેમના સ્વજનોને ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ આ નંબર ખોટા જણાયા હતા. જ્યારે દર્દીઓના એડ્રેસ પર તપાસ કરવામાં આવતા એડ્રેસ પણ ખોટા હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને હાલ હોસ્પિટલ તંત્ર મૂંઝવણમાં મૂકાયું છે.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લામાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 17 દર્દીનાં મોત
કોવિડ દર્દીના મોત બાદ સ્વજનો થયા ગુમ
રાજકોટ સિવિલ હોસ્પિટલ કોરોના વિભાગમાં દાખલ કરાયેલા બે દર્દીની સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ બન્નેના વાલીવારસ મળતાં નથી. બે પૈકીના એક દર્દી અજાણ્યા આશરે 55 વર્ષના પુરૂષ છે. તેમને દાખલ કરાયા ત્યારે એડ્રેસ રાજારામ સોસાયટી-1, સંત કબીર રોડનું લખાવાયું હતું. આ એડ્રેસ પર કોઇ સગા નથી અને જે ફોન નંબર લખાવાયા હતાં એ પણ ખોટા છે. જ્યારે બીજા મૃતકનું નામ મોતિરામ શિવરામભાઇ વર્મા, ઉંમર 88 અને એડ્રેસ ઉમાકાંત ઉદ્યોગનગરનું લખાવાયું હતું, પરંતુ આ દર્દીના પણ સગા મળતાં નથી અને ફોન નંબર પણ ખોટા છે. જેને લઈને હોસ્પિટલ તંત્ર પણ મૂંઝવણમાં મૂકાયું છે.