ETV Bharat / city

ઈન્સ્ટાગ્રામ પરથી થયેલી મિત્રતા પલંગ સુધી લઈ ગઈ, જે ન થવું જોઈએ એ થઈ ગયું - Rajkot police

રાજકોટ સિટીમાંથી કુકર્મની (Rape Case police Complaint) ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં 22 વર્ષની યુવતીને હવસખોરે પીંખી નાંખી હતી. આ કેસમાં ભક્તિનગર પોલીસ (Bhaktinagar police Staff) સ્ટાફે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ઈન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલી, પછી યુવતીને કહ્યું કોઈને કહેવાનું નહી તારા ફોટા..

author img

By

Published : Jun 2, 2022, 10:59 PM IST

રાજકોટ: રાજકોટના ગાયત્રીનગર મેઈન રોડ નજીક રહેતી 22 વર્ષની યુવતી આરોપીની હવસનો શિકાર (Rape Case police Complaint Filed) બની હતી. આ યુવતી કૉલેજમાં અભ્યાસ કરી રહી હતી. મિલન કાંતિભાઈ ચોટલિયાએ આ યુવતી સાથે પહેલા સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ (Social Media App Instagram) પર ફ્રેન્ડશીપ કરી હતી. પછી લગ્ન કરવાની લાલચ (Offer to Marriage) આપી ફોસલાવી હતી. હું મરી જાવ છું એવો મેસેજ કરીને તે યુવતીને બ્લેકમેઈલ કરતો હતો. લગ્ન પછી પણ શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કરતો હતો. અવારનવાર ધમકીઓ આપતો હતો. જે ધમકીથી તેમણે યુવતી સાથે અવારનવાર યુવતીની ઈચ્છા વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.

ઈન્સ્ટાગ્રામ પરથી થયેલી મિત્રતા પલંગ સુધી લઈ ગઈ, જે ન થવું જોઈએ એ થઈ ગયું

આ પણ વાંચો: શિક્ષક શ્વાન પર કૂતરાની જેમ તૂટી પડ્યો,મુંગા પશુનો માત્ર આટલો જ વાંક હતો

આ રીતે થયો સંપર્ક: મિલને યુવતી સાથેની કેટલીક અંગત પળના ફોટા ક્લિક કરી વાયરલ કરવાની ધમકી ઉચ્ચારી હતી. જે વાયરલ કરવાની ધમકી આપીને હવસનો શિકાર કર્યો હતો. પીડિતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, અમારો પરિવાર મિલનના પરિવારમાં ભાડે રહેવા માટે ગયો હતો. રૂમની અહીં સગવડ હોવાથી સૂવા આવતા મિલન સાથે પરિચય થયો હતો. આરોપીએ તેને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતાં તે યુવતીએ એક્સેપ્ટ કરતાં બન્ને વાતચીત કરવા લાગ્યાં હતાં. મકાનમાં પાણી ચડાવવાની મોટર બગડી ગઈ હોવાથી મિલને તેની પાસે નંબર માગતાં નંબરની આપ-લે કરી હતી. અને બન્ને વ્હોટ્સએપ મારફત વાતો કરવા લાગતાં તેમની વચ્ચેની ફ્રેન્ડશિપ ગાઢ થઈ ગઈ હતી.

યુવતી ઘરે એકલી હતી: થોડા દિવસ બાદ યુવતી ઘરે એકલી હતી. ત્યારે આવેલા મિલને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પછી આરોપી બે-ત્રણ દિવસે તે એકલી હોય ત્યારે ઘરે આવતો હતો. જો હું ના પાડતી તો ‘હું તારી સાથે લગ્ન કરીશ’ એવું કહી દુષ્કર્મ આચરતો હતો. એટલું જ નહીં, આ સમયે અંગત પળોના ફોટા પણ પાડી લેતો હતો. જ્યારે ના પાડતી મિલન માર મારી સાથે બળજબરી કરતો હતો. અંગત પળોના ફોટા વાઇરલ કરી દઈશ, એવી કહી ધમકી આપતો હતો. મિલન અવારનવાર હવસનો શિકાર બનાવતો હતો.

આ પણ વાંચો: ભલાઈ કરવા જતા જીવ ગયો: ઝગડામાં સમાધાન કરવા આવેલા યુવાનની હત્યા

સારવાર બાદ ફરી આવતો હવસખોર: આ પગલે તબિયત ખરાબ થતાં તબીબને દેખાડ્યું હતું. એ સમયે હકીકત સામે આવી. હોસ્પિટલમાંથી રજા મળતાં યુવતી ઘરે આવતાં બે-ત્રણ દિવસ બાદ ફરીથી મિલન આવીને જબરદસ્તી કરતો હતો. મિલનનો વ્યવહાર બરોબર ન લાગતા પિતાએ એનું મકાન ખાલી કરી નાખ્યું હતું. મિલન યુવતીને અંગત પળોના ફોટા મોકલીને કોલ કરતો હતો. પણ યુવતી ઈગ્નોર કરતી હતી. આ અંગે ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મિલન સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.