- સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવાં રોકડ ઇનામ અપાશે
- રંગોળી સ્પર્ધા આગામી 5 નવેમ્બર સુધી ચાલશે
- મનપા દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું
રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation) દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'વોકલ ફોર લોકલ' આર્ટિસ્ટને પ્રોત્સાહિત કરવા માટે રંગોળી સ્પર્ધાનું આયોજવામાં કરવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશન દ્વારા થીમ પણ નક્કી કરવામાં આવી છે. જેમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ', 'મેરે સપનો કા ભારત', 'સ્વચ્છ ભારત મિશન', 'એક જન આંદોલન', 'વેક્સિનેશન અભિયાન', 'જન સમુદાયનું સુરક્ષા કવચ'ની થીમ પર વ્યક્તિગત તેમજ ગ્રુપમાં રંગોળી બનાવવામાં આવશે. સ્પર્ધામાં શહેરીજનો જજની ભૂમિકામાં રહેશે અને રંગોળીને ઓનલાઈન વોટિંગ કરીને વિજેતા નક્કી કરાશે. રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે ગ્રુપ રજીસ્ટ્રેશન માટે રૂપિયા 100 તેમજ વ્યક્તિગત રજીસ્ટ્રેશન માટે રૂપિયા 50 નક્કી કરવામાં આવ્યા છે.
શહેરીજનો ઓનલાઈન વોટિંગ કરી કરશે
રંગોળી સ્પર્ધાનો પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શ્રેષ્ઠ રંગોળી નક્કી કરવા માટે શહેરીજનો ઓનલાઈન વોટિંગ કરશે. જેને લઇને વિવિધ સ્પર્ધકોને કોર્પોરેશન દ્વારા QR કોડ આપવામાં આવ્યો છે. જે QR કોડ સ્કેન કરીને અથવા રાજકોટ મહાનગરપાલિકાની એપ્લિકેશનમાં જઈને પસંદગીની રંગોળી સિલેક્ટ કરીને લોકો ઓનલાઈન વોટિંગ પણ કરી શકશે. જ્યારે સ્પર્ધકોને પણ પ્રોત્સાહિતનાં ભાગરૂપે રોકડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા ઇનામી રકમ જાહેર કરવામાં આવી
રંગોળી સ્પર્ધામાં વિજેતા માટે પણ કોર્પોરેશન દ્વારા ઇનામી રકમ જાહેર કરવામાં આવી છે. જેમાં વ્યક્તિગત સ્પર્ધક માટે પ્રથમ ઇનામ રૂપિયા 21,000, બીજું ઈનામ રૂપિયા.15,000 ત્રીજું ઇનામ રૂપિયા 11,000, ચોથું ઇનામ રૂપિયા 5,100 અને પાંચમું ઇનામ રૂપિયા 3,100 નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ કેટેગરીમાં પ્રથમ ઇનામ રૂ.31 હજાર,બીજું ઇનામ રૂ.25 હજાર, ત્રીજુ ઇનામ રૂ.21, જ્યારે ચોથું ઇનામ રૂ.15 હજાર અને 5મુ ઇનામ રૂ. 11, 000 નક્કી કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા રંગોળી સ્પર્ધામાં અગાઉ થી જ સ્પર્ધકો માટે ઈનામની રકમ જાહેર કરવામાં આવી છે જેથી સ્પર્ધકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : રામનગરી અયોધ્યામાં બનશે વર્લ્ડ રેકોર્ડ: લાખોની સંખ્યામાં દીવા પ્રગટાવી યોગી આદિત્યનાથ ઉજવશે દિવાળી
આ પણ વાંચો : Diwali 2021 : શુભ શુકનના સંકેતોને ઓળખો, સપના થશે સાકાર