- રાજકોટમાં આજે બપોર સુધીમાં 379 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
- સોની બજારના વેપારીઓએ આજથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે
- દુકાનો અને પાનના ગલ્લા પર ભીડ થતા સીલ કરવામાં આવ્યા છે
રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે. જેમાં વિવિધ શહેરના લોકો સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે રાજકોટના સોની બજારના વેપારીઓએ આજથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જે આગામી રવિવાર સુધી ચાલુ રહેશે. આ સાથે જ રાજકોટમાં અલગ-અલગ બજારો પણ બંધ જોવા મળી રહ્યા છે . જ્યારે કોર્પોરેશન દ્વારા જે પણ દુકાનો તેમજ પાનના ગલ્લા પર લોકોની ભીડ વધુ પ્રમાણમાં થઈ રહી છે, તેવી દુકાનો અને પાનના ગલ્લા સીલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ કોરોનાની ચેઇન બ્રેક કરવા જુના માધોપુરા બજાર બે દિવસ બંધ રખાશે
બપોર સુધીમાં 379 કોરોનાના નવા કેસ સામે આવ્યા
રાજકોટમાં આજે બપોર સુધીમાં 379 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે, સામે 77 જેટલા દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 77 જેટલા દર્દીઓના મોત કોરોનાની સારવાર દરમિયાન થતાં આરોગ્ય તંત્ર પણ ચિંતિત જોવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ વિસનગરમાં 21 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય
લોકો હવે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે
રાજકોટમાં નવા પોઝિટિવ કેસની સંખ્યામાં પણ દૈનિક વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે, લોકો પણ હવે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે અલગ-અલગ વેપારી સંગઠનો તેમજ એસોસિએશન દ્વારા પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યા છે.