ETV Bharat / city

ગુજરાતની આ મહિલાએ કઈ રીતે શિખર માઉન્ટ ફ્રેન્ડશિપ સર કર્યો, જૂઓ - અમદાવાદની સંસ્થા ઈનવિઝિબલ

રાજકોટના યુવતીએ બર્ફીલું શિખર માઉન્ટ ફ્રેન્ડશિપ સર (Rajkot Woman at Mount Friendship Peak) કર્યું હતું. 6 સભ્યોની ટીમ સાથે તેમણે આ શિખર પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેના કારણે ચારે તરફ તેમની ચર્ચા થઈ રહી છે.

ગુજરાતની આ મહિલાએ કઈ રીતે શિખર માઉન્ટ ફ્રેન્ડશિપ સર કર્યો, જૂઓ

author img

By

Published : Jun 4, 2022, 8:41 AM IST

રાજકોટઃ દ્રઢ નિશ્ચય રાખીએ તો સફળતા જરૂર મળે છે. આ જ વાતને સાબિત કરી બતાવી છે રાજકોટનાં યુવતીએ. શહેરના 31 વર્ષીય પૂજા જોશીએ (Rajkot Pooja Joshi) હિમાચલના કુલ્લુ-મનાલીમાં પીરપંજાલ પર્વતમાળામાં 17,346 ફૂટની ઊંચાઈ પર આવેલા બર્ફીલા શિખર માઉન્ટ ફ્રેન્ડશિપને (Rajkot Woman at Mount Friendship Peak) સર કર્યું હતું. આથી તેઓ ચર્ચાનો વિષય બન્યાં છે. 6 સભ્યોની ટીમ સાથે તેમણે માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર પર ભારતીય રાષ્ટ્રધ્વજ (Indian national flag at the summit of Mount Friendship) લહેરાવ્યો હતો.

પરિવારે આપ્યો પૂરતો સપોર્ટ
પરિવારે આપ્યો પૂરતો સપોર્ટ

ચઢાણ અઘરું હતું તેમ છતાં પહોંચી ગયા શિખર પર - નોંધનીય છે કે, પર્વતારોહણ શરૂ કર્યાના 6 કલાક અગાઉ બરફવર્ષા થવાના કારણે ચઢાણ લપસણું તેમ જ અઘરું બન્યું હતું. તેમ છતાં પૂજા જોશીની ટીમે પ્રબળ મનોબળનું પ્રદર્શન કરી બરફાચ્છાદિત શિખર સર (Achievement of a young woman from Rajkot in mountaineering) કર્યું હતું. તેમણે 90 દિવસની આકરી તાલીમ બાદ શિખર માઉન્ટ ફ્રેન્ડશીપ સર કર્યું હતું.

ચઢાણ અઘરું હતું તેમ છતાં પહોંચી ગયા શિખર પર

આ પણ વાંચો- યુવાને કામ જ એવું કર્યું કે સમગ્ર વિશ્વમાં કચ્છનું નામ થયું ગૂંજતું

રાજકોટમાં શિક્ષિકા તરીકે બજાવે છે ફરજ - આ અંગે પૂજા જોશીએ (Rajkot Pooja Joshi) જણાવ્યું હતું કે, હું રાજકોટની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. આ પર્વતારોહણ એક્સપેડિશનનું આયોજન અમદાવાદ સ્થિત સંસ્થા ઈનવિઝિબલ (Invisible Institute of Ahmedabad) દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ફેબ્રુઆરીમાં મહિનામાં 8 લોકોની ટીમમાં મારી પણ પસંદગી થઈ હતી અને ત્યારબાદ 90 દિવસની આકરી તાલીમ બાદ તેમને અંતિમ ચઢાણ માટે મોકલવામાં આવ્યા હતા.

31મેએ પહોંચ્યા શિખર પર
31મેએ પહોંચ્યા શિખર પર

આ પણ વાંચો-ભુજના જતીન ચૌધરીએ 22,500 ફિટ ઊંચા અમા ડબ્લમ શિખર સર કર્યું

31મેએ પહોંચ્યા શિખર પર - વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદથી 24મેએ મારા સહિત 8 લોકોની ટીમ મનાલી પહોંચી હતી. આ પર્વતારોહણ કુલ 8 દિવસનું હતું, જેમાં પહેલા દિવસે મનાલીમાં અમારી ટીમ 5,500 ફૂટ પહોંચી હતી અને જરૂરી તૈયારીઓ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે ટીમ બકરથાચ કેમ્પ સુધી પહોંચ્યા હતા. તો ત્રીજા દિવસે 12,800 ફૂટ પર આવેલા કેમ્પ લેડી લેગ કેમ્પસાઈટ પર અમારી ટીમ પહોંચી હતી. ચોથા અને પાંચમા દિવસે ટ્રેનિંગ લઈ છેવટે છઠ્ઠા દિવસે રાત્રે 11 વાગે નીકળી સતત 11 કલાકની ચઢાઈ બાદ તારીખ 31મેએ સવારે 10 વાગ્યે મારા સહિત 6 લોકોએ પીરપંજાલ પર્વતમાળાનું 17,346 ફૂટની ઊંચાઈ પર આવેલ બર્ફીલુ શિખર માઉન્ટ ફ્રેન્ડશીપ સર કર્યું હતું અને ટોચ પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

પરિવારે આપ્યો પૂરતો સપોર્ટ - પૂજા જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ તો મારા મમ્મી પારૂલબેન તથા પપ્પા ગીજુ જોશી અને પરિવારજનોનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. કારણ કે, આવા દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે. તેમ છતાં તેમણે મને આ કપરા ચઢાણમાં સાહસ દેખાવમાં માટે મંજૂરી આપી હતી.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.