ETV Bharat / city

રાજકોટમાં ઓલમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનશે, 8 કરોડનો ખર્ચ, 10 ગેમ્સ એક સાથે રમાશે - Indoor Games

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ 8 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જેમાં 10 ગેમ રમવાની સુવિધા હશે. વિશાળ પાર્કિંગ અને વિવિધ સુવિધા સાથે તમામ આધુનિક સુવિધા સાથે સજ્જ હશે સ્પોર્ટ્સ સંકુલ.

rajkot
રાજકોટમાં ઓલમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનશે, 8 કરોડનો ખર્ચ, 10 ગેમ્સ એક સાથે રમાશે
author img

By

Published : Aug 16, 2021, 1:39 PM IST

  • રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનશે
  • 10 જેટલી ઈનડોર-આઉટ ડોર ગેમ રમી શકાશે
  • 8 કોરોડના ખર્ચે બનશે આ સ્પોર્ટ્સ સંકુલ

રાજકોટ: રંગીલા રાજકોટમાં આગામી દિવસોમાં ઓલમ્પિક ગેમ્સ રમાય તે કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવશે. શહેરના મવડી વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે છે. જેના માટે 10 હજાર સ્કેવર મીટરની જગ્યા પણ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવી છે. આ સ્પોર્ટ્સ સંકુલ સંપૂર્ણ રીતે આધુનિક કક્ષાનું બનાવવામાં આવશે. જેમાં એકી સાથે 10 જેટલી અલગ અલગ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર ગેમ રમાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. જેની ડિઝાઇનનું કામ પણ પૂર્ણતાના આરે છે. રાજકોટમાં આ આધુનિક સ્પોર્ટ્સ સંકુલ બનાવવા પાછળ રૂપિયા 8 કરોડનો ખર્ચ થવાનો પણ અંદાજ માનવામાં આવી રહ્યો છે.

10 જેટલી વિવિધ ઇન્ડોર, આઉટડોર ગેમ્સનો સમાવેશ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં તૈયાર કરવા આવનાર સ્પોર્ટસ સંકુલમાં 10 જેટલી વિવિધ ગેમ્સ એકી સાથે રમી શકાશે. જેમાં ચાર ગેમ્સ આઉટડોર અને 6 ગેમ્સ ઇન્ડોર રમાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સંકુલમાં વિશાળ પાર્કીંગ પણ બનાવવામાં આવશે. આ સંકુલને ઇન્ટરનેશનલ કક્ષાના નિયમો મુજબ તૈયાર કરવામાં આવશે. જેમાં આઉટડોરમાં ટેનિસ કોર્ટ, સ્કેટીંગ, વોલીબોલ, બાસ્કેટ બોલ આ ચાર ગેમ્સ રમાશે. આ સિવાય શૂટિંગ, બેડમિન્ટન સહિતની અલગ અલગ ગેમ્સને પણ સામેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કાબુલ એરપોર્ટ લોકો થયા જમા, અમેરિકી સૈનિકોએ હવામાં કર્યું ફાયરિંગ

8 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશાળ સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે મનપા દ્વારા જગ્યા પણ નક્કી કરી લેવામાં આવી છે. તેમજ તેની ડિઝાઇનિંગનું કામ પણ બસ પૂર્ણતાના આરે છે. આ સ્પોર્ટ્સ સંકુલ બનાવવા પાછળ અંદાજે રૂપિયા 8 કરોડનો ખર્ચ થશે. આ સ્પોર્ટ્સ સંકુલ 10 હજાર સ્કેવર મીટરમાં તૈયાર કરવામાં આવશે. જેમાં 7 હજાર કરતા વધારે સ્કવેર મીટરનું કન્ટ્રક્શનનો એરિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે 60 હજાર સ્કવેર ફૂટનું બાંધકામ કરવામાં આવશે. જે સંપૂર્ણ આધુનિક બનાવમાં આવશે.

આ પણ વાંચો : Corona Update: ભારતમાં કોવિડના કેસોમાં ઘટાડો, 32,937 નવા કેસ, 417 મૃત્યુ

ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં થશે ઉપયોગી: પુષ્કર પટેલ

રાજકોટમાં અદ્યતન કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલના નિર્માણને લઈને ETV Bharat સાથેની વાતચીતમાં મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે રાજકોટમાં અંદાજીત રૂપિયા 8 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવશે . એના માટેનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે અને તેની ડિઝાઇનનું કામ પૂર્ણતાના આરે છે. આ સ્પોર્ટ્સ સંકુલમાં એકી સાથે દસ જેટલી ગેમ્સ રમી શકાશે. જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટ દરમિયાન પણ આ સ્પોર્ટ્સ સંકુલનો ઉપયોગ થઈ શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.