- રાજકોટ તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં એકી સાથે બે ચોરીના ભેદ ઉકેલ્યા
- સોનીની દુકાનમાંથી ચેનની ઉઠાંતરી કરી ગઠયો થયો હતો ફરાર
- અતુલ રીક્ષા ચોરી કરતો યુવક પણ પોલીસની પકડમાં Gold chain
રાજકોટ: તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં એકી સાથે બે ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. એકમાં સોની દુકાનમાંથી સોનાની ચેન જોવા માટેે માંગ્યો અને દુકાન દાર બીજા ગ્રાહકોને જવાબ આપે એટલી વારમાંં એક વ્યક્તિ ચોરી કરી ફરાર થયો હતો. તો બીજા ગુનાહમાં રીક્ષા ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છેે. ત્યારે તાલુકા પોલીસે બંનેેેેેેે આરોપીઓની ગણતરીનીી કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે.
સોનીની દુકાનમાંથી ચેનની ઉઠાંતરી કરી ગઠયો ફરાર
રાજકોટ શ્રીજી જવેલર્સની દુકાનમાં ચેન બનાવવા ઓર્ડર આપ્યો અને પછી લેવા ગયો હતો. જોકે પ્રકાશ ચેન લેવા ગયો ત્યારે દુકાનમાં અન્ય ગ્રાહકો પણ હતા. ત્યારે દુકાનદારે ચેન જોવા માટે આપ્યો બાદમાં દુકાનદાર અન્ય ગ્રાહક સાથે વાતો કરતો હતો. તે દરમિયાન પર્સમાંથી સોનાનો ચેન કાઢી પર્સસ બંધ કરી દુકાનદારને પરત આપી જતો રહ્યો હતો. જોકે દુકાનદારે પર્સ ખોલ્યો ત્યારે ખબર પડી કે ચેન ચોરી થય ગયો છે. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડીીી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![Rikshaw](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09:53:41:1611851021_gj-rjt-05-aaropi-arest-av-gj10061_28012021174055_2801f_1611835855_867.jpg)
હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.