ETV Bharat / city

રાજકોટ રૂરલ LCBએ પશુઓની ચોરી કરતી ગેંગ ઝડપી, આ રીતે આપતા ચોરીને અંજામ

જસદણ (jasdan) તાલુકાના કમળાપુર ગામેથી પશુચોર ગેંગને ઝડપી પાડવામાં રાજકોટ રૂરલ LCB (rajkot rural lcb) ને સફળતા મળી છે. આ ગેંગ ચોરી કરેલા પશુઓ મોટા શહેરોમાં વેચી મારતી હતી. ચોરો પોતાના સગા-સંબંધીઓના ત્યાં રહીને આજુબાજુના વિસ્તારમાંથી પશુ ચોરવાનો પ્લાન બનાવીને પશુચોરીને અંજામ આપતા હતા.

રાજકોટ રૂરલ LCBએ પશુઓની ચોરી કરતી ગેંગ ઝડપી, આ રીતે આપતા ચોરીને અંજામ
રાજકોટ રૂરલ LCBએ પશુઓની ચોરી કરતી ગેંગ ઝડપી, આ રીતે આપતા ચોરીને અંજામ
author img

By

Published : Nov 12, 2021, 10:11 PM IST

  • અમદાવાદ ખાતે ઢોર બજારમાં ચોરેલા પશુઓ વેચતા હતા
  • સગા-સંબંધીને ત્યાં રોકાઈ આજુબાજુના વિસ્તારમાંથી ચોરતા હતા પશુ
  • હ્યુમન રિસોર્સીસ દ્વારા મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે ચોરને ઝડપ્યા

રાજકોટ: જિલ્લાના જસદણ (jasdan) તાલુકાના કમળાપુર ગામે રાજકોટ રૂરલ LCB (rajkot rural lcb) પોલીસ દ્વારા પશુ ચોરતા 3 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. વાત એમ છે કે ગત તારીખ 23 ઑક્ટોબર 2021ના રોજ ભાડલા પોલીસ સ્ટેશન (bhadla police station)ના કમળાપુર ગામે ભીમજીભાઇ હરીભાઇ વઘાસિયા દ્વારા તેઓની વાડામાં બાંધેલી 2 ભેંસો કોઇ અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પહેલા પણ ઘેટા-બકરા તથા ભેંસ ચોરીમાં પકડાયા હતા

આ ફરિયાદને આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસને હ્યુમન રિસોર્સીસ દ્વારા મળેલી સચોટ બાતમીને આધાર આગાઉ પણ પશુચોરીના ગુનાઓમાં સંડોવાયેલા લોકો ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારના કમળાપુર ગામના વિસ્તારમાં દેખાતા હતા, જેના કારણે LCB રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર એ.આર. ગોહિલ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.જે. રાણા દ્વારા ધોળકા ગામના પ્રવિણ માથાસુરિયા અને ખેડા ગામના અજય માથાસુરિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. અગાઉ પણ પ્રવિણ અને અજય ઘેટા-બકરા તથા ભેંસ ચોરીમાં પકડાયા હતા.

મહેમાનગતિ માણીને કરતા હતા ચોરીઓ

આરોપીઓ જે વિસ્તારમાં સગા-સંબંધી રહેતા હોય તે વિસ્તારમાં મહેમાન બનીને જતા હતા અને તેમની આજુબાજુની જગ્યા જોઇ અને ઘર કે વાડીમાં એકલા પશુ બાંધેલા જોઇને ચોરીનો પ્લાન બનાવતા હતા. રાત્રીના સમયે જ્યારે જગ્યા પર કોઇ માણસોની અવરજવર ન હોય ત્યારે પશુને હાંકી થોડે દુર જઇ રોકાઇ અને વાહન ભાડે મંગાવી અમદાવાદ ખાતે ઢોર બજારમાં (મંડીમાં) પશુને વેચી નાંખતા હતા.

20,500 રૂપિયાનો કુલ મુદ્દામાલ કબજે કર્યો

આ મામલે અજય કેશુભાઇ માથાસુરિયા (ખેડા), પ્રવિણ કાબાભાઇ માથાસુરિયા (લીલતપુર, ધોળકા-અમદાવાદ), રવજીભાઇ રાઘવભાઇ માથાસુરિયા (ખેડા) પકડાયા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા 1,5000, 2 મોબાઇલ - કિંમત રૂપિયા 5,500, એમ કુલ 20,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો: સુરત ડ્રગ્સ મામલે મોટી સફળતા, માદક પદાર્થ બનાવવાની લેબોરેટરી પકડાઈ

આ પણ વાંચો: Vadodara Corporation Gym : કરોડોનો ખર્ચ કરી 5 વર્ષ પહેલાં જીમ બનાવ્યું, હજી પણ લોકો માટે ખુલ્લું થયું નથી!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.