ETV Bharat / city

Rajkot Railway Division : નકલી TT બનીને પ્રવાસીઓને છેતરી રહ્યો હતો શખ્સ, જૂઓ કોની ઝપટે ચડી પકડાઇ ગયો - RPF Surendranagar

બોગસ TTનો સ્વાંગ રચી વગર ટીકિટે પ્રવાસ કરતા પ્રવાસીઓ પાસેથી તોડ કરતા બોગસ TT (Bogus TT Caught in Rajkot ) સાચુકલા રેલવે કર્મચારીની ઝપટે ચડી ગયાં હતાં. રાજકોટની (Rajkot Railway Division ) આ ઘટનામાં પછી શું થયું વાંચો અહેવાલમાં.

Rajkot Railway Division : નકલી TT બનીને પ્રવાસીઓને છેતરી રહ્યો હતો શખ્સ, જૂઓ કોની ઝપટે ચડી પકડાઇ ગયો

author img

By

Published : May 5, 2022, 10:01 PM IST

રાજકોટઃ રાજકોટની ઓખા-જયપુર ટ્રેનમાં (Okha Jaipur Train) બોગસ TTનો સ્વાંગ રચી વગર ટીકિટે પ્રવાસ કરતા પ્રવાસીઓ પાસેથી તોડ કરતા બોગસ TT રેલવે કર્મચારીની ઝપટે (Bogus TT Caught in Rajkot ) ચડી ગયાં હતાં. આ નકલી ટીટીને RPFના હવાલે કરી દેવાયાં હતાં અને બોગસ TT સામે ગુનો નોંધી તેની ધરપકડ પણ કરવામાં આવી છે.

મૂળ રાજસ્થાનના પાલી મુંદરા જિલ્લાના રહેવાસી નકલી ટીટી તરીકે પકડાયો

કેવી રીતે પકડાયો નકલી ટીટી -રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે 03-05-2022 ના રોજ રાત્રે લગભગ 01:54 વાગે, RPF સ્ટાફને માહિતી મળી હતી કે ટ્રેન નં 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ ના D/1 કોચ નં. WR 014290 માં નકલી ટીટીઇ બનીને ટિકીટ તપાસનાર વ્યક્તિ જોવા મળ્યો છે જે બાદ માહિતી મળી હતી. આરપીએફ-સુરેન્દ્રનગરના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર મનોહરસિંહ ચંદ્રાવતે ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેન જ્યારે સુરેન્દ્રનગર સ્ટેશન પર આવી ત્યારે તેના ડી-1 કોચમાં મુસાફરોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે એક બહારની વ્યક્તિએ પ્રવાસીઓની ટિકીટ ચેક કરી હતી.

આ રીતે કરી છેતરપિંડી
આ રીતે કરી છેતરપિંડી

આ પણ વાંચોઃ Financial Fraudster in Ahmedabad: પત્રકાર હોવાનો રોફ બતાવી ફેકટરી માલિક પાસે પૈસા પડાવાનું શખ્સોને પડ્યું ભારે

આજ ટ્રેનમાં સ્પેયરમાં આવી રહેલા રેલવેના મેલ એક્સપ્રેસના ગાર્ડે પરશુરામ કે (હેડ ક્વાર્ટર રાજકોટ) દ્વારા આરપીએફ (RPF Surendranagar) સ્ટાફને આ બહારની વ્યક્તિ દ્વારા નકલી ટીટીઇ બનીને ટીકિટ ચેક કરવાની માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad Fake police : શહેરમાં વધ્યો નકલી પોલીસનો આતંક, અમે પોલીસ છીએ કહી યુવકને લૂંટ્યો

પકડાયેલો શખ્સ રાજસ્થાની - મૂળ રાજસ્થાનના પાલી મુંદરા જિલ્લાના રહેવાસી આ બહારના વ્યક્તિ આકાશ એચ રાજપુરોહિતને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર મનોહરસિંહ ચંદ્રાવતે અટકાવ્યો હતો. તેનેે સુરેન્દ્રનગર ચોકી પર લાવીને પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું. જેમાં પૂછપરછ દરમિયાન આ બહારના વ્યક્તિએ આર્થિક લાભ માટે ટ્રેનમાં ટિકીટ ચેક કરવાનો ગુનો (Rajkot Crime News) કબૂલ્યો હતો અને જરૂરી કાર્યવાહી કર્યા બાદ નકલી ટીટીઈ તરીકે છેતરપિંડી કરનાર આ વ્યક્તિને જીઆરપી સુરેન્દ્રનગરને (GRP Police) હવાલે કરાયો હતો.

કાયદાના સકંજામાં આરોપી
કાયદાના સકંજામાં આરોપી

સમગ્ર બાબતે RPF (RPF Surendranagar) દ્વારા ટિકીટ ચેકીંગ કરતા આકાશ રાજપુરોહિતની અટકાયત કરી પૂછપરછ કરતા તેની પાસે રહેલું આઈકાર્ડ બોગસ હોવાનું અને તોડ કરવા માટે જ TTનો સ્વાંગ રચી પેસેન્જર પાસેથી ટિકીટ ઉઘરાવતો હોવાનું જણાવ્યું છે. આ અંગે રેલવે પોલીસે બોગસ ટીકિટ ચેકર સામે ગુનો નોંધી વિશેષ તપાસ ચલાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.