- રાજકોટમાં પોતાની માગણીઓને લઈને નર્સોએ વિરોધ વ્યક્ત કર્યો
- થાળી અને ઘંટડી વગાડી વિરોધ કરવામાં આવ્યો
- ગ્રેડ પેની માગણી સરકાર પૂર્ણ કરે તેવી માગણી
રાજકોટઃ સમગ્ર દેશને ગુજરાતમાં કોરોનાએ તેનો કહેર વર્તાવ્યો છે ત્યારે આજે રાજકોટમાં નર્સિંગ સ્ટાફનો સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગ્રેડ પેને લઈ નર્સિંગ સ્ટાફનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો. થાળી અને ધંટડી વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા આવતીકાલ સુધીમાં નિર્ણય લે તેવી માગ સરકાર દ્વારા નિર્ણય નહીં લેવામાં આવે તો આવતીકાલે તમામ નર્સિંગ સ્ટાફ હડતાળ કરશે. આ આંદોલનમાં જો અમને તાત્કાલિક ન્યાય નહીં મળે અને તેમની માગ નહીં સંતોષાય તો જિલ્લા ખાતેની તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજો બજાવતા નર્સીસ તેમાં જોડાઈને સામૂહિક વિરોધ દાખવશે.
આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલના લેબ ટેક્નિશિયનએ નોંધાવ્યો વિરોધ
આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને રૂ.35000 માસિક પગાર ચૂકવાય
રાજકોટ સિવિલ હોસ્પિટલની નર્સોની માગણીઓ છે કે, તેમને ગ્રેડ પે રૂ.4200 અને ખાસ ભથ્થાંઓ રૂ.9600 પ્રતિ માસ ચૂકવાય. સાથે જ આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને રૂ.35000 માસિક પગાર ચૂકવાય. નર્સિંગ સ્ટુડન્ટ્સમાં ડીપ્લોમા દરમિયાન રૂ. 15000 પ્રતિ માસ સ્ટાઈપેન્ડ અપાય અને ડિગ્રી અભ્યાસમાં (બેઝિક BSC) ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન રૂ. 18000 પ્રતિ માસ ચૂકવાય. નર્સીસની ખાલી પડેલી લગભગ 4000 જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને હાલની અછત દૂર કરાય. નર્સોને છેલ્લા એક વર્ષથી આજદિન સુધી ન મળેલી રજાઓનું વળતર અપાય અથવા જમા કરવાનો હુકમ થાય.
આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલ હેઠળ આવતી સંસ્થાઓમાં કુલ-552 મહિલા નર્સો બજાવી રહી છે ફરજ