ETV Bharat / city

Rajkot MLA Letter Bomb : તપાસ કમિટી દ્વારા આજે રાજકોટમાં ત્રણના નિવેદન લેવામાં આવ્યાં - રાજકોટ સીઆઈડી ક્રાઈમ ઓફિસ

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટર બૉમ્બ (Rajkot MLA Letter Bomb ) બાદ તપાસનો દોર આગળ વધ્યો છે. રાજકોટમાં આજે કોના કોના નિવેદન લેવાયાં તે જાણો.

Rajkot MLA Letter Bomb : તપાસ કમિટી દ્વારા આજે રાજકોટમાં ત્રણના નિવેદન લેવામાં આવ્યાં

author img

By

Published : Feb 10, 2022, 7:43 PM IST

રાજકોટ: રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલના (Rajkot Bjp mla govind patel) લેટર બૉમ્બ (Rajkot MLA Letter Bomb) બાદ રાજ્ય સરકાર એકાએક હરકતમાં આવી છે. તેમજ સમગ્ર મામલે (Rajkot CP Extortion Money Case) તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. જેને લઈને આજે રાજકોટની સીઆઇડી ઓફિસ (Rajkot CID Crime Office) ખાતે તપાસ કમિટીની એક ટીમ આવી પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદીઓના નિવેદન લેવામાં આવ્યાં હતાં. રાજકોટમાં અંદાજે 4 કલાકથી વધુ સમય સુધી આ પ્રક્રિયા ચાલી હતી.

નિવેદન બાદ ડો. કરમટા મીડિયાને જોઈને પાછળના રસ્તેથી ભાગ્યાં હતાં

એસપી હરેશ દુધાત દ્વારા લેવાયું નિવેદન

રાજકોટ કલેકટર કચેરી સામે આવેલી સીઆઇડી ક્રાઈમની ઓફિસ (Rajkot CID Crime Office) ખાતે આજે વહેલી સવારથી જ વિવિધ ફરિયાદીઓને બોલવામાં આવ્યા હતાં. તેમના દ્વારા આ ફરિયાદીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય ફરિયાદી એવા મહેશ સખીયાના ભાઈ જગજીવન સખીયા, (jagjivan skhiya allegation) તેમના ભત્રીજા અને આ કેસના મુખ્ય કડી એવા ડો. તેજસ કરમટાનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ ત્રણેય લોકોને અલગ અલગ બેસાડીને નિવેદન લેવામાં આવ્યા હતાં. જ્યારે નિવેદન બાદ ડો. કરમટા મીડિયાને જોઈને પાછળના રસ્તેથી ભાગ્યાં હતાં.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ

જગજીવન સખીયાનું ફરી નિવેદન લેવામાં આવ્યું

નિવેદન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એસપી હરેશ દુધાત દ્વારા પણ મીડિયાને કંઈ કહેવામાં આવ્યું નહોતું. જ્યારે આ અંગે જગજીવન સખીયાએ (jagjivan skhiya allegation) મીડિયાને જણાવ્યું હતું કે મારું જેવી રીતે નિવેદન ગાંધીનગર ખાતે વિકાસ સહાયની હાજરીમાં લેવાયું હતું. તે નિવેદનના ક્રોસ વેરિફિકેશન માટે અહીં (Rajkot CID Crime Office) પણ નિવેદન લેવામાં આવ્યું છે. જ્યારે આજે અહીં ત્રણ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. આ અંગે મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે. જ્યારે નિવેદન પૂર્ણ થયા બાદ તેઓ ઘરે જવા રવાના થયાં હતાં.

આ પણ વાંચોઃ ક્રાઇમબ્રાન્ચના PIએ કહ્યું સાહેબને 15 ટકા આપવા પડશે: મહેશ સખીયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.