- શિવશક્તિ ડેરી ફાર્મમાં ત્રણ મહિલા અને એક પુરૂષ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો
- ફિનાઇલ પીને 4 લોકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- જમીન વિવાદ મામલે ફિનાઇલ પી લીધી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું
રાજકોટ : શહેરના મવડી વિસ્તારમાં આવેલી શિવ શક્તિ ડેરી ફાર્મ ( Shiv Shakti Dairy Farm )માં ગ્રાહકો મીઠાઈ લેવા આવી રહ્યા હતા. જે સમયે અચાનક 3 મહિલા અને 1 પુરુષ એમ કુલ ચાર લોકો આ દુકાનમાં ઘસી આવ્યા હતા. કોઈપણ જાતની ચર્ચા કે વાત કર્યા વગર પોતાની પાસે રહેલી ફિનાઇલ બોટલ કાઢી તેમાંથી ફિનાઇલ પીવા લાગ્યા હતા. જ્યારે આ લોકો ફિનાઇલ પી રહ્યા હતા, તે સમયે દુકાનમાં રહેલો સ્ટાફ અને ગ્રાહકો પણ ગભરાઈ ગયા હતા અને થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આત્મહત્યાનો પ્રયાસ ( mass suicide attempt ) કરનારા શોભનાબેન ચાવડા, ગૌરી ચાવડા, મંજુબેન વાઘેલા અને કેતન સાગઠિયા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જમીન વિવાદ મામલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
શિવશક્તિ ડેરી ફાર્મમાં આત્મહત્યાનો પ્રયાસ ( mass suicide attempt ) થયો હોવાની ઘટનાને પગલે શિવ શક્તિ ડેરી ફાર્મ ( Shiv Shakti Dairy Farm )ના માલિક જગદીશ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે જગદીશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી જમીન અમે 8 લોકોએ ખરીદી હતી. આ લોકો ત્યાના રહેવાસી હોવાનું મને હાલ લાગી રહ્યું છે. અમે જ્યારે જમીન ખરીદી, ત્યારે આ જમીન અંગેનો સ્થાનિકો અને જમીન માલિક વચ્ચે કેસ કોર્ટમાં ચાલતો હતો. જે બાદ અહીં રહેતા સ્થાનિકો કોર્ટમાં કેસ હારી ગયા હતા. જે બાદ આ સ્થાનિકો સાથે અમે સમાધાન પણ કર્યું હતું અને જમીન બદલે વળતર પણ ચૂકવી આપ્યું હતું.
જમીનની અંદાજીત કિંમત 50 કરોડ રૂપિયા
રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી 196 નંબરના સર્વેની જમીન મામલે શિવ શક્તિ ડેરી ફાર્મ ( Shiv Shakti Dairy Farm )ના માલિક જગદીશ પટેલ સહિત 7 લોકોએ ભાગીદારીમાં ખરીદી હતી. અહીં ભવિષ્યમાં અપાર્ટમેન્ટ બનાવાનું આયોજન હતું. અહીંના સ્થાનિકો સાથે જમીન મામલે વિવાદ હોવાના કારણે ત્રણ મહિલા અને એક પુરુષ એમ ચાર લોકો તેમની ડેરી ખાતે ઘસી આવ્યા હતા અને કોઈપણ જાતની ચર્ચા કે વાત કર્યા વગર ડેરીની અંદર આત્મહત્યાનો પ્રયાસ ( mass suicide attempt ) કર્યો હતો. આ સમગ્ર ઘટના જે જમીન માટે ઘટી છે તે જમીનની હાલની કિંમત રૂપિયા 50 કરોડની આસપાસની હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો -
- ભાવનગરઃ નવાગામમાં સામુહિક આત્મહત્યા(Mass Suicide Attempt )ની ઘટના, 2 બાળકો સહિત પિતાએ ગળે ફાંસો ખાધો
- દાહોદમાં વોહરા પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દ્રવ્ય આરોગી કરી સામુહિક આત્મહત્યા (Mass Suicide Attempt )
- વિજાપુરના લાડોલ ગામે બે બાળકો સાથે દંપતીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ, એક બાળકનું મોત
- રાજસ્થાનમાં વધુ એક સામૂહિક આત્મહત્યા ( Mass Suicide Attempt ) - આર્થિક કટોકટીને લીધે 4 સભ્યોએ ગળે ફાંસો લગાવ્યો
- વડોદરા બાદ આણંદમાં પણ સામૂહિક આત્મહત્યા ( Mass Suicide Attempt )ની ઘટના આવી સામે, 2ના મોત એકનો બચાવ