રાજકોટ ઉપલેટા તાલુકામાં આવેલા ડુમિયાણી ગામમાં એક ખેડૂતે જાતે જ ઓર્ગેનિક ખાતર (organic fertilizer production gujarat) બનાવ્યું છે. આ માટે તેમણે ખેતરના 2 અલગ અલગ વિભાગમાં અલગ અલગ કામગીરી શરૂ કરી હતી. તેમણે ઓર્ગેનિક ખેતી માટે બનાવેલા આ ખાતરના ઉપયોગથી ઓર્ગેનિક શાકભાજીની ખેતી (cultivation of vegetables in gujarat) શરૂ કરી છે. આ ખેતી કરનારા ખેડૂત આ પ્રકારની કામગીરી કરવા છેલ્લા 7 વર્ષથી કામ કરે છે. માહિતી અને અનુભવોથી મદદથી તેમણે આ વર્ષે પોતાના ખાતરથી ખેતી શરૂ કરી છે. તેઓ આ ખેતી અત્યારે ટપક સિંચાઈ પદ્ધતિથી કરી રહ્યા છે.
લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી ખેડૂતે આ અંગે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના કપરા સમયમાં જે લોકો તેમની ઝપટમાં આવી ગયા છે. તેમાંથી ઘણા લોકોની રોગપ્રતિકારક શક્તિ (immune system of human body) ઘટી ગઈ છે. ત્યારે વર્તમાન સમયમાં પણ કેમિકલયુક્ત ખાતર, દવાઓ અને બિયારણોથી કરવામાં આવતી ખેતીમાં પૂરતા પોષણ નથી મળતા અને લોકોને જે પૌષ્ટિક વસ્તુ મળવી જોઈએ તે મળતી નથી. ત્યારે આ પ્રકારની ખેતી શરૂ (cultivation of vegetables in gujarat) કરી છે.
આ પણ વાંચો નારિયેળની ખેતી કરતા ખેડૂતોએ કરી APMCની માંગ
નથી મળતા પૂરતા પોષણ ખેતી અંગે તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કેમિકલ, રાસાયણિક સહિતની દવાઓને લઈને ખેતીની (organic farming in gujarat) જમીન બરબાદ થઈ રહી છે. તેમ જ લોકોના આરોગ્ય પણ બગડી રહ્યા છે અને પૂરતા પોષણ વગરના પાકો અને શાકભાજીઓ બજારમાં આવી રહી છે. ત્યારે આ પ્રકારના ખાતર બનાવી અને (organic fertilizer production gujarat) તેઓ વેંચે છે.
લોકો બની રહ્યા છે બીમારીના ભોગ વર્તમાન સમયમાં આવતા શાકભાજીઓ તેમ જ ખેતપેદાશોમાં વધારે પ્રમાણમાં ઝેરી અને હાનિકારક દવાઓનો ઉપયોગ વધ્યો છે. ત્યારે આ વધુ પડતા ઉપયોગને લઈને ખેતી માટેની જમીનમાં પણ નુકસાન થાય છે. જોકે, તૈયાર થયેલા મોલ કે પાક અને શાકભાજીમાં પૂરતા પ્રમાણમાં પોષણ ન હોવાથી લોકોને જરૂરિયાત પ્રમાણના ખોરાક મળી શકતા નથી. તેના કારણે આજે લોકોની રોગપ્રતિકારક શક્તિ (immune system of human body) પણ ઘટી રહી છે અને લોકો બીમારીનો ભોગ પણ જલ્દી બની રહ્યા છે.
આ પણ વાંચો વાંસ પ્લાસ્ટિકનો પર્યાય બની રહે તે માટે પણ એક પહેલ, કૃષિ યુનિવર્સિટીની વનીય કોલેજ
ખેડૂત આપી રહ્યા છે માર્ગદર્શન આ ખેડૂતની આ પ્રકારની કામગીરી અને તેમની મહેનત જોઈને આસપાસના પંથકના ખેડૂતો પણ આ ખાતર બનાવવાની (organic fertilizer production gujarat) પદ્ધતિ જોવા, જાણવા અને સમજવા માટે આવી રહ્યા છે. ત્યારે આ ખેડૂત પંકજ પ્રજાપતિ દ્વારા તેમનું આ ખેતર અને કામગીરી જોવા અને સમજવા આવતા દરેકને સંપૂર્ણ માહિતી આપી આ પ્રકારની ખેતી કરવા (organic farming in gujarat) માહિતીઓ આપતા પણ નજરે પડે છે.
સારી કમાણી કરી રહ્યા છે આ ખેડૂતના આ પ્રકારના સાહસ અને પરિણામને જોઈને અન્ય ખેડૂતો પણ તેમના આ કામને જાણવા અને સમજવા આવી રહ્યા છે ત્યારે આ પ્રકરની મહેનતથી હાલ પૂરતા પોષણ સાથેની વસ્તુઓનું ઉત્પાદન થાય છે, ખેતીની જમીનમાં પણ નુકશાન નથી થતું ઉપરાંત ફાયદાઓ થાય છે. બીજી તરફ ખાતર અને ઓર્ગેનિક શાકભાજી (organic fertilizer production gujarat) વેચીને સારી કમાણી પણ શરૂ કરી છે.
ઓર્ગેનિક ખેતીથી ફાયદા જ ફાયદા આ સાથે જ આ જ ખાતરનો ઉપયોગ (organic fertilizer production gujarat) પોતાના બીજા ભાગના ખેતરમાં શાકભાજીનું વાવેતર કરીને તેમાં આ ખાતરનો ઉપયોગ કરીને ટપક સિંચાઈ પદ્ધતિથી (Drip Irrigation Method) ખેતરમાં રહેલા મોલમાં નાખે છે અને સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિ અને ઉપયોગી ચીજ વસ્તુઓ ઉમેરી આ ખાતર અને શાકભાજી વેંચીને કમાણી શરૂ કરી છે ત્યારે આ ઓર્ગેનિક ખેતી (organic farming in gujarat) અને શાકભાજીને લઈને ઘણા ફાયદાઓ પણ થતા હોઈ છે અને સાથે પૂરતા પોષણ સાથેની વસ્તુઓ મળે છે જેથી સ્વસ્થ અને આરોગ્ય માટે પણ ફાયદાકારક જણાઈ આવે છે.
આ ચીજવસ્તુઓનો થયો ઉપયોગ આ ખેતીમાં તેઓ અળસિયાનું ખાતર, જાળવણી માટે ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓનો પણ ઉપયોગ કરેલ છે. આ ઉપરાંત દસ પર્ણિ અર્ક, પાંચ કણકી અર્ક, જીવામૃત સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી તેમાં સમયાંતરે પ્રક્રિયા કરીને આ પ્રકારની ખેતીમાં હાલ સારું પરિણામ (organic farming in gujarat) મેળવતા નજરે પડે છે.
ખેડૂતોએ મેળવી માહિતી આ સાથે આ પ્રકારનું સાહસ અને મહેનત કરનારા ખેડૂત પંકજ પ્રજાપતિ દ્વારા દરેક ખેડૂતને પોતાના આ ખાતરના અને ઓર્ગેનિક શાકભાજીના ખેતરની મુલાકાત કરીને માહિતીઓ મેળવવી જોઈએ. તેમાં તેમના દ્વારા પણ દરેકને આ પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે કરવો અને કેમ ફાયદો મેળવવો તે માટે પણ પૂરતો સાથ સહકાર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આરોગ્યલક્ષી ફાયદા ત્યારે ખેડૂતોએ આ પ્રકારની પ્રાકૃતિક ખેતીની પદ્ધતિની (organic farming in gujarat) અપનાવવી જોઈએ, જેથી આરોગ્યલક્ષી ફાયદાઓ મેળવી અને સારી કમાણી કરવી જોઈએ. આથી આ સાથે તેમને દરેક ખેડૂતમિત્રોને તેમના આ ખાતરની મુલાકાત કરીને માહિતીઓ મેળવી અને આગળ વધવું જોઈએ.
અળસિયાનું ખાતર બનાવવાની રીત આ ખાતર બનાવવા તેમને એક અથર્વ ઓર્ગેનિક નામની (earthworm compost making) કામગીરી પોતાના ખેતરના એક ભાગમાં શરૂ કરી છે જેમાં આ ખાતર બનાવવા માટે ગીર ગાયનું દેશી છાણ લઈને તેમના બેડ બનાવવાના હોઈ છે અને બાદમા તેમને ઓછામાં ઓછું 15 દિવસ સુધી પાણી આપવાનું હોઈ છે. ત્યારબાદ તેમાંથી ઈથેન વાયુ અલગ થઇ નીકળી જાય છે. તેમાં અળસિયા રાખીને તેમના પર કેળના પાંદડા અથવા સણિયા કોથળા ઢાંકીને ઓછામાં ઓછા સાઠ દિવસ પાણીનો છંટકાવ કરીને પ્રક્રિયા થવા દેવાની અને બાદમાં ઉપર રાખેલો સમાન હટાવી 2 દિવસ ખૂલ્લું મૂકી દેવતા તેમાંથી અળસિયા નીચે ઊતરી જાય છે, જેથી આ ખાતર તૈયાર થઈ જાય છે. બાદમાં આ અળસિયાને નુકસાન ન થાય તેમ આ ખાતર તૈયાર થયેલું ખાતર બહાર કાઢી લેવું આને આ પ્રક્રિયા ફરી થવા મતે છોડી દેવાના હોઈ છે.
જાળવણી માટે ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ આ ઓર્ગેનિક ખેતી કરવા (organic farming in gujarat) પ્રથમ આ પ્રકારનું વર્મી કમ્પોસ્ટ ખાતર નાખીને જામીનને ખેતી કરવા માટે તૈયાર કરવી અને બાદમાં બેડ બનાવવા ડ્રીપની નળીઓ પાથરી તેના પર મલ્ચીંગ પાથરી તેમાં બીજ રોપી આગળની પ્રક્રિયા શરૂ થાય ત્યારે રૂટિંગ મુજબ પાણી પાવું અને બાદમાં તેમાં એન.પી.કે. ના બેક્ટેરિયા આપ્યા બાદ જયારે જયારે આ છોડ ત્રીસ દિવસ થાય ત્યારે દ્રીપમાં એગ્રીમેન્ટ, બેક્ટેરિયા અને બાદમાં પોચોનીયા અને સુડોમોનસ નામના બેક્ટેરિયા ડ્રીપમાં આપવા (સુકારો, જમીન જાન્ય જીવત અને કૃમિ સામે રક્ષણ આપવા) જેમાં આ પ્રક્રિયા બાદ તેમાં નીમ ઓઈલ, વિવેરા બેકટેરિયાનો છંટકાવ કરવો.
દસ પર્ણી અર્ક બનાવવા માટેની રીત (બધીજ પ્રકારની જીવતો અને ચુસીયાનો ખાત્મો કરે આ સાથે લીમડો, તુલસી, અરડુશી, કરંજ, ધતુરો, સીતાફળીના પાન, અરણીના પાન, કળવું કળીયાતું, આંકડાના પાન, જીપટાના પાન સહિતની વનસ્પિતા પાનને થોડા ખાંડીને/પીસીને પાણીમાં પલડવા દેવાનું અને અંદાજીત ત્રીસ દિવસ પ્રક્રિયા થવા થઈને ડ્રીપમાં નાખી દેવાનું.
પાંચ કણકી અર્ક બનાવવા માટેની રીત (બધા જ પ્રકરના મીક્રો ન્યુટ્રન, વિટામીન, પ્રોટીન પુરૂ પડે છે) આ માટે ઘઉં, બાજરો, જુવાર, મકાઇ અને ચણાનો લોટ મિશ્ર કરીને ભડકું બનવી તેમાં ગોળ ઉમેરી બનાવી શકાય છે અને તેમને ડ્રીપમાં નાખી દેવાનું.
જીવામૃત બનાવવા માટેની રીત (જમીનની અંદર રહેલી ખામીઓ સુધારી પોષણ આપે છે) આ બનાવવા માટે પ્લાસ્ટિકના ડ્રમને (organic farming in gujarat) છાયામાં રાખીને તેમાં ખાટી છાશ, ગોળ, ચણાનો લોટ ત્રણ વસ્તુઓ મિશ્ર કરીને સાઠ દિવસ રહેવા દો, જેમાં આ પ્રવાહીને ઘડિયાળના કાંટાની દિશામાં રોજ હલાવો અને પ્રોસેસ થવા માટે મૂકી દીધા બાદ પ્રહાવી પ્રવાહી તૈયાર થયા બાદ ડ્રીપમાં નાખી દેવું. આ સાથે ફલાવરીંગ દરમિયાન દૂધ અને ગોળ મિશ્ર કરીને 8થી 15 દિવસ છંટકાવ કરવો. આ ઉપરાંત ગૌ મૂત્ર અને ખાટી છાશ સમયાંતરે ડ્રિપમાં આપતા રહેવાથી પાકની ગુણવતા સારી અને સુંદર જળવાઈ રહે અને પરિણામ પણ સારૂ મળે છે.