રાજકોટ: હાલના સમય પ્રમાણે જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. ત્યારે લોકો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મનો ઉપયોગ પોતાના મનોરંજન માટે કરતા હોય છે. જ્યારે અમુક લોકો સોશિયલ મીડિયા દ્વારા સામાજિક સોહાર્દ બગડે તેવું જાણે અજાણ્યે કરતા હોય છે. આવી જ એક ઘટના (Rajkot hindu muslim controversy) રાજકોટમાં સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં રાજકોટ શહેરમાં રહેતા વિનય ડોડિયા નામના યુવકે એક ધાર્મિક પોસ્ટ (Religious post on social media) મૂકી હતી. જે ને લઈને આ વિવાદ થયો હતો.
અન્ય ધર્મના લોકોની લાગણી દુભાતાં વિવાદ
આ પોસ્ટને જોતાં તેમાં એક ધર્મના ભગવાનને અન્ય ધર્મના ભગવાન કરતાં વધુ શક્તિશાળી બતાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું હતુ. ત્યારે અન્ય ધર્મના લોકોની લાગણી દુભાતાં આ વિવાદ થયો હતો. આવી પોસ્ટ મુકનાર યુવક વિનય ડોડીયાના જણાવ્યા મુજબ તેને પોસ્ટ ડીલીટ કરવાનું કહી યુવકને ધમકી આપવમાં આવી હતી. એટલુ જ નહીં સમાધાન માટે બોલાવી 25 કરતા વધુ શખ્સોએ પાંચ જેટલા યુવાનો પર હુમલો (Rajkot youth attack) કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Dhandhuka Murder Case: ધંધુકા હત્યા કેસમાં હથિયાર આપનાર આરોપીના ભાઈને મોરબીથી ઝડપી લેવાયો
રાજકોટ શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક
આ અંગે રાજકોટ શહેર DCP ઝોન-1 પ્રવિનકુમાર મીણાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ગઇકાલે બનેલી ઘટના મામલે ભક્તિનગર પોલીસે વાહનમાં તોડફોડ કરનાર એક શખ્સની ધરપકડ કરી છે. જેમાં પોલીસે વાહનમાં તોડફોડ કરનાર સલીમ દલ નામના શખ્સની ધરપકડ કરાઈ છે. આ ઘટનામાં ધાર્મિક સ્ટેસ્ટ મુકવા બાબતે બોલાચાલી અને ગાળા-ગાળી થવા પામી હતી. જે બાદ ગઇકાલે રાત્રીના વાહનમાં તોડફોડની ઘટના સામે આવી હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા ભક્તિનગર પોલીસ વિસ્તારમાં શાંતિ સમિતિ (Rajkot peace committee) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સમાજના લોકો સાથે મળી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી.